દારૂના અડ્ડા બંધ કરાવતા મહિલા સરપંચ પર બુટલેગરોએ હુમલો કર્યો

0
10

વડોદરા,તા.૧૯
વડોદરા નજીક આવેલા આજાડ ગામમાં દારૂ વેચવાની ના પાડતા મહિલા સરપંચ પર બુટલેગરોએ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત થયેલા મહિલા સરપંચને તુરંત જ છાણી વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેર નજીક આવેલા આજાડ ગામમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂનું વેચાણ થાય છે. ગામના સરપંચે બુટલેગરોને દારૂ વેચાણ કરવાની ના પાડી હતી. અને દારૂના અડ્ડાઓ બંધ કરાવ્યા હતા. જેથી બુટલેગરોએ મહિલા સરપંચ ૬૦ હજારનો દારૂ ચોરી ગયા છે તેવો આરોપ મુકીને મહિલા સરપંચ પર હુમલો કર્યો હતો. જેથી મહિલા સરપંચ તારાબેન પરમાર ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને તુરંત જ સારવાર અર્થે છાણી વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં હંધસારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY