ઉત્તર રેલ્વેનો મોટો નિર્ણય, ૩૦૦ ટ્રેનોનો રન ટાઈમ વધાર્યો

0
7

ન્યુ દિલ્હી,તા.૧૪
ટ્રેનો વારંવાર લેટ થવાના કારણે થતી બબાલથી બચવા માટે ભારતીય રેલ્વેએ લગભગ ૩૦૦ ટ્રોનોનો રન ટાઈમ અધિકારીક રીતે વધારી દીધો છે, પરંતુ આના માટે રેલ્વે બોર્ડે પાસે કોઈ પણ પ્રકારની મંજૂરી નથી લેવામાં આવી.
ઉત્તર રેલ્વેએ પોતાની ૯૫, દક્ષિણ રેલ્વેએ ૯૨ જ્યારે પૂર્વ રેલ્વેએ ૮૮ ટ્રેનોનો રન ટાઈમ વધારી દીધો છે. આ સમય ૧૫થી લઈ ૧ કલાક સુધીનો વધાર્યો છે, જે ટ્રેનોના અંતિમ સ્ટેશન પર પહોંચવાનો નવો સમય હશે. ટ્રેનોનો રન ટાઈમ વધારનારા જાનનો દાવો છે કે, આના માટે રેલ્વે મંત્રી સાથે ચર્ચા કરી મંજૂરી લેવામાં આવી છે.
દરરોજ ટ્રેનોની લેટ થવાની ફરિયાદ, દરરોજ મુસાફરોની પરેશાની, ભારતીય રેલ્વેની આ સચ્ચાઈ મુસાફરો માટે લાંબા સમયથી મુશ્કેલી બની છે. હવે પરિÂસ્થતિ એવી ઉભી થઈ છે કે, રેલ્વેની આના કારણે છાપ ખરાબ થાય છે, લગભગ ૬૫ ટકાની આસપાસ જ ટ્રેન સમયસર ચાલી શકે છે. હવે એવું થશે કે, જે ટ્રેન એક કલાક મોડી ચાલી રહી હોય તો પણ આંકડામાં રાઈટ ટાઈમ દેખાશે. આ બદલાવ ૧૨ જૂલાઈથી લાગૂ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રેલ્વે બોર્ડ જાનલ સ્તર પર કરવામાં આવેલા આ ફેરફારથી તે ખુબ નારાજ છે. થોડા દિવસ પહેલા જ રેલ્વે મંત્રી પીયૂષ ગોયલે રેલ્વેના મિશન રફ્તાર વિશે જાહેરાત કરી હતી, રેલ્વેનું લક્ષ્ય અગામી ૫ વર્ષમાં ટ્રેનોની સ્પીડને ૨૫ કિમી સુધી વધારવાની છે. આના માટે દર વર્ષે ટ્રેનોની સ્પીડ ૫ કિમી પ્રતિ કલાક વધારવામાં આવશે, પરંતુ ટ્રેનોનો રન ટાઈમ વધારવાથી ટ્રેનોના મિશન રફ્તારને મોટો ઝટકો લાગ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY