આઇઝોલ,તા.૫
ગૃહમંત્રી અમિત શાહ મિઝોરમની મુલાકાતે છે. શાહે શનિવારે મિઝોરમની રાજધાની આઈઝોલમાં નોર્થ વેસ્ટ હેન્ડલુમ અને હસ્તશિલ્પ પ્રદર્શનનું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકાર મિઝોરમમાં સતત વિકાસના કામો કરી રહી છે.
સરકાર પૂર્વોત્તર રાજ્યોના વિકાસ માટે પ્રતિબદ્ધ હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.અમિત શાહે વધુમાં કહ્યું કે મિઝોરમમાં ૨૧ હજાર લોકોને ઘર આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ૨૩ હજાર લોકોને એલપીજી કનેકશન મળ્યાં છે.
સાથે જ શાહે મિઝોરમમાં ૧૭૦૦ કિલોમીટર નેશનલ હાઈવેનું કામ શરૂ થઈ ગયું હોવાનું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીએ ૪૦ કરોડના ખર્ચે અઈઝોલમાં નવી હોસ્પિટલ બનાવવાની પણ જાણકારી આપી હતી. આ ઉપરાંત ૨૦૨૧ સુધીમાં આઈઝોલને બ્રોડગેજ રેલવે લાઈનથી જોડવામાં આવશે તેમ પણ તેઓએ કહ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



