માળિયાના ૨૦ ગામના ખેડૂતોને પાણી નહીં મળતા કેનાલ પર ધરણા

0
9

મોરબી,તા.૧૯
મોરબીમાં નર્મદાની માળિયા કેનાલમાં પાણી ન પહોંચાડવા બાબતે ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું છે. ખેડૂતોનો સવાલ છે કે, નર્મદા કેનાલમાં છોડવામાં આવતું પાણી માળિયા તાલુકાના ૨૦ જેટલા ગામોમાં કેમ નથી પહોંચતું? રવિ પાકનુ વાવેતર કરનારા ખેડૂતોને ૧૦ દિવસમાં પાણી નહીં મળે તો તેમનો સંપૂર્ણ પાક નિષ્ફળ જવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા નર્મદાની કેનાલમાં ૧૫ તારીખથી પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી હતી. માળિયા તાલુકાની અંદરથી નર્મદાની કેનાલ પસાર થતી હોવાના કારણે ખેડૂતોએ ખુશ થઈને રવિ પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ ૧૫ તારીખની ૧૯ તારીખ થઈ હોવા છતાં પણ અહીંની નર્મદા કેનાલમાં હજુ પાણી આવ્યું નથી. સરકાર દ્વારા નર્મદા કેનાલમાં પાણી તો છોડવા આવ્યું છે, પરંતુ પૂરતા પ્રમાણમાં પાણી ન છોડવાના કારણે કેનાલમાં રહેલા મોટાભાગના પાણીનો સુરેન્દ્રરનગરમાં જ ઉપયોગ થઈ જાય છે. જેના કારણે નર્મદાનું પાણી માળિયા તાલુકાના ૨૦ ગામો સુધી પહોંચતું જ નથી.
માળિયા તાલુકાના ૨૦ ગામોના ખેડૂતોને પાણી ન મળતા તમામ ખેડૂતો દ્વારા સરકાર સામે વિરોધ વ્યક્ત કરવા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ આંદોલનના પહેલા દિવસે બધા ગામના ખેડૂતો એકઠા થઈને રેલી સ્વરૂપે નર્મદાની બ્રાંચ કેનાલ પર પહોંચી ત્યાં ધરણા કર્યા છે. આ આંદોલમાં ૩ દિવસ સુધી સરકાર સામે મોરચો માંડવામાં આવશે અને ૩ દિવસ સુધી ૨૫ જેટલા ખેડૂતો ઉપવાસ કરશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY