રાજપીપળા શહેર ની બે મહિલાઓ શંકાસ્પદ ડેન્ગ્યુની લપેટમાં
આરોગ્ય વિભાગ અમુક વિસ્તારો માં જરૂરી સર્વે,ફોગીંગ સહિતની કામગીરી કરે એ જરૂરી પરંતુ રાજપીપળા ના વડ ફળિયા અને શાક માર્કેટ વિસ્તાર ના આ બે દર્દી થી આરોગ્ય વિભાગ અજાણ
થોડા દિવસ પર કરજણ કોલોની નો એક યુવાન ને પણ શંકાસ્પદ ડેન્ગ્યુ હોવાું જણાયું હતું તેમાં પણ કોઈ જરૂરી પગલાં લેવાયા ન હતા ત્યારે હાલ શહેરની અંદર અન્ય બે મહિલા દર્દી જણાયા છતાં આરોગ્ય વિભાગ જાણતુ નથી એ બહુ કહેવાય
રાજપીપળા : નર્મદા જિા ના વડા મથક રાજપીપળા ખાતે હાલમાં બે મુસ્લિમ મહિલાઓ શંકાસ્પદ ડેન્ગ્યુ ની લપેટમાં આવી છે જોકે આ બંને ખાનગી માં સારવાર લઈ રહેલી મહિલાઓ ના ટેસ્ટ ખાનગી લેબ માં કરાવ્યા છે એ પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે પરંતુ આ બાબતે આરોગ્ય વિભાગ અજાણ છે અને જાણ્યા બાદ ખાનગી લેબ ના ટેસ્ટ માન્ય ન હોય સરકારી માં ટેસ્ટ કરાવશે માટે હાલ આ બંને મહિલા દર્દી શંકાસ્પદ કહેવાય છતાં બંને દર્દી ના રહેણાંક વિસ્તાર માં સર્વે કે ફોગીંગ જેવી કામગીરી પણ થઈ ન હોવાથી સ્થાનિક લોકો માં આક્રોશ જોવા મળી રહ્યો છે જો આરોગ્ય વિભાગ સર્વે કરાવે તો અન્ય દર્દીઓ પણ મળી શકે છે પરંતુ રાજપીપળા ના વડ ફળિયા અને શાકમાર્કેટ ના આ બે વિસ્તાર ના દર્દી બાબતેજ આરોગ્ય પાસે કોઈ માહિતી નથી ત્યારે એમની કામગીરી પર અનેક સવાલ થઈ રહ્યા છે આજ રીતે થોડા દિવસ ઉપર કરજણ કોલોની ના શંકાસ્પદ ડેન્ગ્યુ ના કિસ્સા માં પણ એ વિસ્તાર માં કોઈજ પગલાં લેવાયા ન હતા ત્યારે આરોગ્ય વિભાગ કોઈ મોટા રોગચાળા ની રાહ જોઈ રહ્યું છે…? શું નિયમ મુજબ ખાનગી તબીબો એ એમના દવાખાને સારવાર લઈ રહેલા શંકાસ્પદ ડેન્ગ્યુ ના દર્દીઓ બાબતે માહિતી આપી નથી …? અને જો આપી હોય તો જરૂરી સર્વે કે કામગીરી કેમ કરાઈ નથી…? આવા અનેક સવાલો આરોગ્ય ની કામગીરી પર ઉઠી રહ્યા છે
બૉક્ષ: મને આ બે મહિલા દર્દી બાબતે હજુ કોઈ જાણ નથી છતાં હું તપાસ કરું છું.: મેલેરિયા અધિકારી
આ બાબતે આરોગ્ય વિભાગ ના મેલેરિયા અધિકારી પરીખ સાથે વાત કરતા એમને જણાવ્યું કે મારી પાસે આ દર્દીઓ વિશે કોઈ માહિતી નથી છતાં હું અર્બન માં પૂછી એમના સરકારી લેબ માં ટેસ્ટ કરાવવા કામગીરી કરું છું.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






