શુક્રવારે બનેલી આ ઘટના માં દીપડો દીવાલ સમજી કૂદવા જતા સીધો હોજ ના પાણીમાં પડતા ડૂબી જતા મોત
જંગલ ખાતા ના અધિકારીઓ ની હાજરી માં ઘટના સ્થેજ ડોક્ટર બોલાી પી એમ કરાવ્યા બાદ ત્યાંજ અગ્નિ સંસ્કાર કર્યા
રાજપીપળા : નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકા માં આવેલા ઢોલાર ગામ માં આવેલા મિશન ફામ હાઉસ પાસે ના પાણી ના હોજ માં એક દીપડો દીવાલ સમજી કૂદકો મારવા જતા પાણીમાં ગરકાવ થયો અને ડૂબી જતા તેનું મોત થયું હતું જોકે જાણવા મળ્યા મુજબ હોજ પાણી થી અડધોજ ભરેલો હતો માટે દીપડો ડૂબી ગયો જો હોજ માં ફૂલ પાણી હોત તો તરી ને એ બહાર નીકળી જાત એમ વન વિભાગ ના અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું હતું

ઉલ્લેખનીય છેકે નાંદોદ તાલુકા ના અમુક ગામોના વારંવાર દીપડા નો આતંક જોવા મળ્યો છે જેમ હાલમાંજ કરાંઠા ગામ માં ફરતા દીપડાઓ ગ્રામજનો ના બકરા પાડી સહિતના જાનવરો ને ફાડી ખાવાની ઘટના પણ સંભળાઈ હતી ત્યારે વારંવાર લટાર મારતા દીપડાઓ લોકો માં ફફડાટ પણ જોવા મળે છે ત્યારે શુક્રવારે ઢોલાર માં આ દીપડા નું કુદરતી મોત થતા હજુ આ ગામ તરફ કેટલા દીપડા હશે એ તપાસ નો વિષય છે
બૉક્ષ: દીપડાનું કુદરતી મોત છે પી એમ રિપોર્ટ હજુ આવ્યો નથી : ઇન્ચાર્જ આર એફ ઓ
રાજપીપળાવન વિભાગ ના ઇન્ચાર્જ આર એફ ઓ સોનજીભાઈ તડવી એ જણાવ્યું કે આ દીપડા નું કુદરતી મોત થયું છે એ દીવાલ સમજી પાણીના હોજ માં કૂદી પડ્યો પરંતુ બહાર ન નીકળાતા મોત થયું ત્યારબાદ અમારા અધિકારીઓ ની હાજરીમાં સ્થળ પર ડોક્ટર બોલાવી પી એમ કરાવ્યું હતું પી એમ બાદ એના ત્યાંજ અંતિમ સંકર કર્યા હતા હજુ પી એમ રિપોર્ટ આવ્યો નથી .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






