વડોદરા,તા.૯
વડોદરાના કારેલી બાગમાં પરીણિતાના શંકાસ્પદ મોતને લઈને સવાલ ઉઠી રહ્યા છે. દહેજની માંગ પૂરી ન કરવામાં આવતા પતિ અને સાસરીયાઓએ પરીણિતાને મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે. પરિણીતાના પતિએ પણ પોલીસ મથકે સરન્ડર કર્યું છે. પરંતુ હાલ તો પરીણિતાની હત્યા છે કે આત્મહત્યા અંગે રહસ્ય અકબંધ છે.
તિરુપતિ ફ્લેટસમાં રહેતા પાર્થ શાહના ચાર વર્ષ અગાઉ ભીશ્મિકા જોશી સાથે પ્રેમ લગ્ન થયા હતા.જોકે ગતરાતે ભીશ્મિકા જોશીનું શંકાસ્પદ મોત થયુ અને પરિવાર દ્વારા પોલીસને જાણ કર્યા વિના મૃતદેહને એસએસજી હોસ્પિટલ લઈ જવાયો હતો
જેને કોલ્ડ સ્ટોરેજ મુકાયો હતો. મૃતદેહ પર ઘસરકાના નિશાન મળી આવ્યા હોવાનો પણ આરોપ લાગ્યો છે. પરીણિતાના પરિવારજનોએ આરોપ લગાવ્યો કે, પતિ પાર્થ શાહ અને તેનો પરિવાર ભીશ્મિકા પાસે ૨૫ લાખ દહેજ લાવવાનું દબાણ કરતો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




