ગાંધીનગર-સુરત સહિતના વિસ્તારોમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ

0
39


ગાંધીનગર,તા.૯
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે આજે ગુરુવારે ગુજરાત આદિજાતિ વિકાસ સંઘ ગાંધીનગર દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત આદિજાતિ વિકાસ સંઘ ગાંધીનગર દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત આયોજિત આ મહારેલી સવારે ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ-બિરસા મુંડા ભવન સેક્ટર ૧૦ છ ગાંધીનગરથી શરૂ થઈ સેક્ટર ૧૨ ખાતે બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે ડા. બાબાસાહેબને ફુલહાર અર્પણ કરી પૂર્ણ કરવામાં આવી.
આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવાના ભાગરૂપે આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે સુરતમાં પરંપરાગત પહેરવેશ સાથે મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો રેલીમાં જોડાયા હતા.
આદિવાસીઓની આગવી ઓળખ અને સંસ્કૃતિ ધીમે ધીમે નષ્ટ થઈ રહી હોવાનું જણાતા અન્ય સમુદાયના લોકો આદિવાસી સંસ્કૃતિને સમજી શકે તેમજ આદિવાસીઓ પોતાની હક્કો ફરજા પ્રત્યે સભાન બને અને આદિવાસીઓના ભવિષ્યને ઉજ્જવળ દિશા આપવાના શુભ આશયે યુએન દ્વારા ૯ ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિન જાહેર કરવામાં આવ્યો છે. આજે વિશ્વ આદિવાસી દિન નિમિતે સુરત સમસ્ત આદિવાસી સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદિવાસી પહેરવેશમાં સુરત સહિત ૧૦ જિલ્લાના મોટી સંખ્યામાં લોકો જાડાયા હતા.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર 
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY