રિમોટ ડેટા સેન્સિંગથી થયેલા અભ્યાસનો ખુલાસો, દક્ષિણ ભારતમાં વિસ્તરી રહ્યું છે રણ

0
20

ન્યુ દિલ્હી,તા.૭
જાણીતા જર્નલ કરંટ સાયન્સમાં પ્રકાશિત થયેલા એક નવા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે દક્ષિણ ભારતમાં રણનો વ્યાપ સતત વધી રહ્યો છે.
એક તરફ ભારતની વિશાલ વસતીને પુરુ પાડવા માટે જરુરી અનાજના ઉત્પાદનમાં દક્ષિણ ભારતનુ બહુ મહત્વનુ યોગદાન છે ત્યારે વૈજ્ઞાનિકોએ રિમોટ સેસિંગ ડેટાની મદદથી તૈયાર કરેલા અભ્યાસમાં ખુલાસો થયો છે કે ૨૦૦૩થી ૨૦૦૫ અને ૨૦૧૧ થી ૨૦૧૩ દરમિયાન આંધ્રપ્રદેશમાં ૧૪.૩૫ ટકા, કર્ણાટકમાં ૩૬.૨૪ ટકા અ્‌ને તેલંગાણામાં ૩૧.૪૦ ટકા વિસ્તારો ઝડપથી પ્રસરી રહેલા રણના કારણે પ્રભાવિત છે.
આ સમયગાળા દરમિયાન આંધ્ર પ્રદેશમાં ૦.૧૯ ટકા, કર્ણાટકમાં, ૦.૦૫ ટકા અને તેલંગાણામાં ૦.૫૨ ટકા રણ વિસ્તારમાં વધારો થયો છે.
આ સંશોધન નેશનલ બ્યુરો ઓફ સોઈલ સર્વે એન્ડ લેન્ડ યુઝ પ્લાનિંગ એપ્લીકેશન સેન્ટર દ્વારા કરવામાં આવ્યુ હતુ.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY