પોલીસે લારીધારક સામે કાર્યવાહી હાથ ધરતા ફફડાટ
ભરુચ,તા.૯
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્તાર માંથી ટ્રાફિકને અડચણ રૂપ લારીઓ ઉપર પોલીસે સપાટો બોલાવી કાર્યવાહી કરતા રસ્તા વચ્ચે ઉભા રહેતા લારી ધરકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.
ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. ભરૂચ શહેરના મુખ્ય માર્ગો ઉપર બિન્દાસ્ત અંદાજમાં અડિંગો જમાવી લારી ધારકો દબાણ કરતા જોવા મળે છે. શહેરના કેટલાય મુખ્ય માર્ગો ઉપર તો જાણે કે ફ્રૂટ બજારની પરવાંગી આપી હોય તેમ લારી ધારકો દ્વારા દબાણ કરાતા ટ્રાફિકને અડચણ થાય તેમ ઉભા રહેતા નજરે પડતા હોય છે.
મોડેમોડે પણ આજ રોજ આખરે ભરૂચ શહેર એ- ડિવિઝન પોલીસનો કાફલો ટ્રાફિક મામલે ગંભીર બન્યો હતો અને જાગ્યા ત્યાર થી સવાર જેવી નીતિની શરૂઆત કરી હતી. જેમાં ભરૂચ શહેરના મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિકને અડચણ રૂપ બિન્દાસ્ત અંદાજમાં ઉભા રહેતા લારી ધારકો ઉપર સપાટો બોલાવી લારીધારકોને એ- ડિવિઝન પોલીસ મથકે લઇ જઇ તેમની લારી ડિટેન કરવા સાથે દંડ ફટકારતા દબાણ કરતા લારી ધારકોમાં ફફડાટ સાથે ભાગ દોડ મચી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





