મીઠાપુરમાં અંગત અદાવતમાં ઘા મારી યુવાનની હત્યા,ત્રણ ઘાયલ

0
5

દ્વારકા,તા.૧૭
મીઠાપુરના એમએચવાઇ ગેટ સામે ચાની કેબિનમાં ચાર યુવાનો ચા પીવા આવ્યા હતા. ત્યારે અજાણ્યા શખ્સોએ અંગત અદાવતમાં તલવાર, લાકડી અને પથ્થર વડે હુમલો કરતા એક યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ યુવાનોને ગંભીર પહોંચતા બે યુવાનોને જામનગર અને એક યુવાનને મીઠાપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવને લઇને પોલીસ દોડી ગઇ હતી.
રાજેશભા બબાભા સમુણીયા, ગગાભા નઘુભા, સુરેન્દ્ર લુણાભા અને ભરત પોલા સુમણીયા નામના ચાર યુવાનો ચા પીવા આવ્યા હતા. ત્યારે અજાણ્યા શખ્સોએ રાજેશભાના માથા પર ચાની રકાબી મારી હતી. બાદમાં હોસ્પિટલમાં ટાંકા લેવડાવી ઘરે જતા હતા ત્યારે આરંભડા હોસ્પિટલ પાસે તલવાર, લાકડી અને પથ્થરથી હુમલો કરતા રાજેશભાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અને અન્ય ત્રણ યુવાનોને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY