પાકિસ્તાનના ‘તાલિબાન’ એજન્ડા પર અફઘાનિસ્તાન વિફર્યુ, UNSCમાં ખેંચી ગયુ

0
22

ન્યુ દિલ્હી,તા.૧૭
અફઘાનિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સમક્ષ પાકિસ્તાન અને અમેરિકાની સાથે તાલિબાન પ્રતિનિધિઓની વાર્તાને લઇને ચિંતા જાહેર કરી છે. ખાસ કરીને અફઘાનિસ્તાને આ બાબતે વાંધો ઉઠાવતા જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત તાલિબાન આતંકી સમુહના સભ્યોની સાથે ઇસ્લામાબાદમાં વાર્તાલાપ કરતા પહેલા તેમણે કાબુલ સાથે ચર્ચા કરવી જાઇતી હતી. અફઘાનિસ્તાને તાલિબાન-પાકિસ્તાન બેઠકને તેની સંપ્રભુતા સાથે મજાક બતાવી છે. જા કે કાબુલની UNSCમાં કરેલી ફરિયાદ અંગે હજુ સુધી પાકિસ્તાન અને અમેરિકાની કોઇ પ્રતિક્રીયા આવી નથી.
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાન શાંતિવાર્તામાં અમેરિકાએ પાછલા કેટલાક મહિનાઓમાં પાકિસ્તાનને મોટી ભૂમિકા આપી રાખી છે. એવું અનુમાન લાગી રહ્યું છે કે અમેરિકા અફઘાનિસ્તાનમાંથી તેની સેના પાછી બોલાવા માંગે છે. આ મંત્રણાઓમાં અન્ય ખાડી દેશોના સિવાય સાઉદી અરબની પણ ભૂમિકા છે. ઇસ્લામાબાદમાં થનારી આ મુલાકાત ત્યારે થઇ રહી છે જ્યારે ૨૫ ફેબ્રુઆરીએ કતારમાં અમેરિકી અધિકારીઓ અને તાલિબાન વાર્તાકારો વચ્ચે વાતચીત નક્કી કરવામાં આવી છે.
એ વાત તો દેખીતી છે કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે દશકાઓથી તણાવ ચાલી રહ્યો છે. કાબુલ અને વોશિંગ્ટનની તરફથી પાકિસ્તાન પર અનેક વાર આરોપ મુકાયા છે કે તે તેની ધરતી આતંકવાદીઓના સુરક્ષિત ઠેકાણા તરીકે વાપરવા આપે છે. આ ઉપરાંત તાલિબાનિયોને પાકની જમીનમાંથી અફઘાનિસ્તાનની સીમામાં દાખલ કરીને અફઘાની અને પશ્ચિમી દેશોની સેના પર હમલાઓ કરાવે છે. પરંતુ પાકિસ્તાન હંમેશા આવા પ્રકારના આરોપોનું ખંડન કરતુ આવ્યુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY