કોલકાત્તામાં બ્લાસ્ટ : સાત વર્ષના બાળકનું મોત,નવ લોકો ઘાયલ

0
25

કોલકાત્તા,તા.૨
મંગળવારે કોલકાતાના નાગરબઝાર વિસ્તારમાં એક બહુમાળી બિલ્ડિંગની સામે પ્રચંડ વિસ્ફોટથી વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. આ બ્લાસ્ટમાં એક મહિલા અને નવ લોકો ઘાયલ થયા હતા તેમજ એક સાત વર્ષના બાળકનું મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
કોલાકાતના ઉત્તર ભાગમાં પરા વિસ્તારમાં આ બ્લાસ્ટ થયો હતો તેમજ પોલીસે જણાવ્યા મુજબ બ્લાસ્ટ અત્યંચ ગીચ એવા કાઝીપરા વિસ્તારમાં આવેલી ફ્રૂટની દુકાન બહાર એક બિલ્ડિંગના નીચેના માળે થયો હતો. ડમ ડમ પોલીસની હદમાં આવતા આ વિસ્તારમાં સવારે ૯ કલાક આસપાસ બ્લાસ્ટ થયો હોવાનું જણાયું હતું.
બ્લાસ્ટમાં એક મહિલા અને બાળક સહિત પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને ઘાયલોને આર જી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. બ્લાસ્ટના સ્થળે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમ પહોંચી હતી. સ્નીફર ડોગ દ્વારા સમગ્ર વિસ્તારનું સઘન ચેકિંગ પણ હાથ ધરાયું હતું. બ્લાસ્ટનો પ્રકાર જાણવા ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ કામગીરી કરી છે.
જે બિલ્ડિંગમાં બ્લાસ્ટ થયો તેમાં દક્ષિણ ડમ ડમ મ્યુનિ. કોર્પોરેશનના ચેરમેન પંચુ રોયની ઓફિસ આવેલી છે. રોયે દાવો કર્યો હતો કે બ્લાસ્ટનો મુખ્ય ટાર્ગેટ તેઓ હતા. રોયે કોઈપણ રાજકીય પક્ષનું નામ લીધા વગર જણાવ્યું કે બ્લાસ્ટ પૂર્વ આયોજીત હતો અને ટીએમસી પર હુમલો કરી રહેલા તત્વોએ આ કૃત્ય આચર્યું છે. બ્લાસ્ટ મને તેમજ અન્ય ટીએમસી કાર્યકરોને મારી નાંખવાનું કાવતરું હોવાનો આક્ષેપ રોયે કર્યો હતો. રોયે આ ઘટનામાં ૧૦ લોકોને ઈજા થઈ હોવાનું જણાવ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY