ગાંધીનગર,તા.૬
આર્મીની પીસ્ટલ અને ત્રણ જીવતા કારતૂસ સાથે પર પ્રાંતનો એક શખ્સ ગાંધીનગરના સીમાડે આવેલા સુઘડ ગામ પાસેથી ઝડપાયઇ ગયો હતો. એસઓજીએ તેની પાસેની પિસ્ટલ ચેક કરતાં બેરલ પર ઓનલી ફોર આર્મી સપ્લાય લખેલું જાવા મળતાં પોલીસ ચોકી ઉઠી હતી. આરોપી પીસ્ટલ કિયાથી લાવ્યો તે અંગે સંતોષકારક જવાબ નહીં મળતા ગાંધીનગર એસઓજીએ જીણવટભરી તપાસ શરૂ કરી છે.
ચોંકાવનારી આ ઘટનાની વિગતો એવી છે કે ગાંધીનગર એસઓજી પીઆઈ જે. જી. વાઘેલાની ટીમ અડાલજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળી હતી. ત્યારે કોન્સ્ટેબલ જયરાજસિંહને એવી બાતમી મળી હતી કે સુઘડ પાટીયા પાસે બસ સ્ટેન્ડ નજીક ઉભેલા શખ્સ પાસે પીસ્ટલ છે. તેના પગલે એસઓજીની ટીમ તાકિદે સુઘડ બસ્ટેન્ડ પાસે પહોંચી ગઇ હતી અને શંકાસ્પદ હાલતમાં ઉભેલા શખ્સને દબોચી લીધો હતો. પ્રાથમિક તપાસમાં તેનું નામ પૂછતાં તે મનોજ લજ્જારામસિંગ રાઠોડ (ઉં-૨૨, રહે-પુરણપુરા, બાહ, ઉત્તરપ્રદેશ) હોવાનું સામે આવ્યું હતું.
દરમિયાન પોલીસે અંગ જડતી લેતાં તેના કમરના ભાગેથી પીસ્ટલ મળી હતી. તે ચાલુ હાલતમાં હતી અને તેની સાથે ત્રણ જીવતા કારતૂસ પણ મળ્યા હતાં. તેની ઉપર ૭.૬૫ કેએફ લખેલું છે. જેને પગલે એસઓજીએ તેના વિરૂદ્ધ હથિયાર ધારા હેઠળ અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. એસઓજીએ આરોપીની પૂછપરછ હાથ ધરી તે પીસ્ટલ કિયાથી લાવ્યો હતો અને કયા સ્થળે કોના માટે ઉપયોગ કરવાનો હતો તે અંગે જીણવટભરી તપાસના ચક્રો ગતિમાન ઝડપથી હાથ ધર્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




