નવરાત્રી વેકેશન..ભાજપ સરકાર હિન્દુઓને ગરબા રમાડે છે…..!?

0
17

ગુજરાત સરકારે ૨૦૧૮મા નવરાત્રી વેકેશન આપ્યું હતું.અને જણાવ્યું હતું કે આ હિન્દઓનો મોટો તહેવાર ગણવામાં આવે છે.દરેક હિન્દૂ લોકો માતાજીની પૂજા અર્ચના તેમજ રાત્રે ગરબા રમે છે આથી બાળકો ખુલ્લા મનથી ગરબા ગુમી શકે તે માટે નિર્ણય લેવાયો છે.નવરાત્રી વેકેશનનો નિર્ણય ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી વિભારવી દવે એ લીધો હતો.જ્યારે આ નિર્ણય વિભારવી દવે દ્વારા જાહેર કરવમાં આવ્યો ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તેમજ શિક્ષણના કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ અજાણ હતા.તેઓએ જણાવેલ કે અમને આ નિર્ણય મુદ્દે કોઈ જાણ નથી પણ મંત્રીએ લીધેલ નિર્ણયની આબરૂ ના જાય તે માટે અથવા ૨ર્૧૯ની ચટણી નજીક હતી તેના કારણે શુ હતું તે ખબર નહિ પરંતુ આખરે આ નિર્ણયને સરકરે મહોર મારી હતી.અને નવરાત્રી વેકેશન આપવામાં આવ્યું હતું.પરંતુ ઘણા સમયથી વેકેશનના નિર્ણયનો વિરોધ શાળા સંચાલકો દ્વારા કરવમાં આવતો હતો.આ નિર્ણય માટે ઘણી વખત સરકારે મીટીંગો કરી હતી કે ૨ર્૧૯મા નવરાત્રી વેકેશન આપવું કે નહીં. આપવું પરંતુ થોડા દિવસ પહેલા એવો નિર્ણય લેવમાં આવ્યો હતો કે ચાલુ વર્ષે પણ નવરાત્રિ વેકેશન આપવું.પરંતુ આજે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે નવરાત્રી વેકેશન રદ કરી દેવું.આજે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે જે ૨ર્૧૮મા જે નવરાત્રી વેકેશન આપવામાં આવ્યું હતું તેને લઈને આજે કેબિનેટમાં ચર્ચા કરવમાં આવી અને આખરી નિર્ણય લેવમાં આવ્યો કે નવરાત્રી વેકેશન રદ કરી દેવું. કેબિનેટ સર્વસ્વ છે તેવું ચુડાસમાએ જણાવેલ.ત્યારે એક બાજુ એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે નવરાત્રીને હિન્દૂ તહેવાર માનીને ૨ર્૧૮મા વેકેશન આપવામાં આવ્યું હતું તો કેમ ૨ર્૧૯મા નહીં. એવી પણ વાતો વહેતી થઈ છે કે સરકારે ૨૦૧૮માં નવરાત્રિમાં એટલી વેકેશન આપ્યું હતું કે ૨૦૧૯ માં લોકસભાની ચૂંટણી નજીક હતી. અને હિન્દુઓના વાટ મળી શકે. તે માટે તો આ નિર્ણય લેવામાં નોહતો આવ્યો ને? કે પછી શાળાના સંચાલકો આગળ સરકારને ઘૂંટણીએ પાડવાનો વારો તો નથી આવ્યો ને? શુ સંચાલકોના દબાણના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે? કે પછી ૨૦૧૯ ની ચૂંટણી પૂર્ણ થઈ ગઇ એટલે આ નિર્ણય લેવામાં આવ્યો છે?ચર્ચા એવી પણ છે કે ભાજપ સરકાર આમ પણ લોલીપોપ આપવામાં માહિર છે.આ વખતે સરકાર હિંદુઓને નવરાત્રીનું વેકેશન આપી વોટ લઇ ગઈ અને પોતાનો સ્વાર્થ પૂરો થઈ ગયો એટલે આ વર્ષે હિન્દૂ તહેવાર નવરાત્રીનું વેકેશન રદ કરી દીધું. કેમ આ નિર્ણય બદલવામાં આવ્યો તે પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY