સાયરસ મિસ્ત્રી પાસે અબજોની સંપત્તિ છતાં એકેય રૂપિયો વાપરી નથી શકતા…!!

0
27


ન્યુ દિલ્હી,તા.૨૧
ટાટા સન્સના સૌથી મોટા શેરહોલ્ડર અને શાપુરજી પાલનજી ગ્રુપના ચેરમેન પાલનજી શાપુરજી મિસ્ત્રીનો ટાટા સન્સ સાથે કાનૂની વિવાદ ચાલી રહ્યો છે.
મિસ્ત્રી પરિવાર ટાટા ગ્રુપના સૌથી મોટો શેરહોલ્ડર છે.તેમની પાસે ટાટા સન્સના ૧૮.૪ ટકા શેર છે.જેની કિંમત લગભગ ૧૬.૭ અબજ ડોલર થવા જાય છે.આ શેરની કિંમત તેમની કુલ ૧.૩૦ લાખ કરોડ રુપિયાની કુલ સંપત્તિની ૮૪ ટકા થવા જાય છે.જોકે તેઓ આટલી મોટી સંપત્તિમાંથી એક પણ પૈસો વાપરી શકે તેમ નથી.
કારણકે શાપુરજી મિસ્ત્રીના પુત્ર સાઈરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદેથી હટાવ્યા બાદ ટાટા સન્સ સાથે મિસ્ત્રી પરિવારનો કાનૂની વિવાદ ચાલી રહ્યો છે.ટાટા ગ્રુપ સામે મિસ્ત્રી પરિવારે કોર્ટમાં કંપનીના વહિવટમાં નિયમોના ભંગ સહિત કંપનીના બોર્ડમાં થયેલા બદલાવને લઈને ગંભીર આરોપો મૂક્યા છે.
બીજી તરફ ટાટા સન્સે માંગ કરી છે કે આ કાનૂની જંગ ચાલે ત્યાં સુધી કોઈ પણ શેરહોલ્ડર પોતાની હિસ્સેદારી વેચી શકે નહી.આ માંગણી મંજુર કરી દેવામાં આવે છે.જેના કારણે મિસ્ત્રી પરિવારની સંપત્તિ પણ કાનૂની વિવાદમાં ફસાઈ ગઈ છે.હવે તેઓ આ શેર ટાટા સન્સના બોર્ડની મંજુરી વગર વેચી શકે તેમ નથી.ટાટા સન્સના બોર્ડ સાથે બે વર્ષથી તેમનો કાનૂની વિવાદ ચાલી રહ્યો છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY