ફક્ત પ્રસિધ્ધિ માટેનું વૃક્ષારોપણ કેટલું લાભકારી…..!!

0
6

વિશ્વ ઉપર ગ્લોબલ વો‹મગ નો ખતરો મંડરાઈ રહ્યો છે અને તેની અસર સમગ્ર વિશ્વમાં પડી છે. લોકો કે સરકાર જાગશે નહીં, તો તેના પરિણામ ભયંકર આવશે. વિશ્વભરમાં મોસમ- ઋતુમાં ફેરફાર થઈ ગયો છે. ગરમીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતું જઈ રહ્યું છે. ઋતુઓના સમયમાં પણ ફેરફાર થઈ ગયો છે, વિવિધ દેશોમાં અનેક પ્રકારની કુદરતી આફતો ત્રાટકી રહી છે. લોકો તેનો ભોગ બની રહ્યા છે. જે-તે સરકારો પણ કુદરત સામે વામણી સાબિત થાય છે, છતાં જે તે સરકારો આવું થવાના કારણો પણ જાણે છે પરંતુ વિકાસ નામનો મગરની ખાલ જેવો અંચળો ઓઢી લીધો છે અને વિશ્વ માટે ખતરનાક પ્રદૂષણ પેદા કરતા મોટા ઉદ્યોગો ઉપર પાબંધી મુકવા તૈયાર નથી, જેનુ પરિણામ માનવજાત સહીત સમગ્ર જીવસૃષ્ટિ માટે દોજખ રૂપ બનીને આખરે અચ્યુતમ કેશવમ કરી નાખશે. જાકે હવે વિશ્વના દેશો “ગ્લોબલ વોર્મિગ”નો સામનો કરવા વિવિધ આયોજનો કરી રહ્યા છે. આમ છતાં તેને ખતમ કરવા ઠોસ પગલાં નથી લેવામાં આવતા તે પણ હકીકત છે. વિશ્વ પર્યાવરણ દિવસ સમગ્ર વિશ્વએ ઉજવ્યો અને વૃક્ષોનું વાવેતર અનેક સ્થળોએ કરવામા આવ્યુ પરંતુ સૌથી વધુ ઓકિસજન કયા વૃક્ષો આપે છે અને વધારે કાર્બન ડાયોક્સાઇડ કયા વૃક્ષો શોષે છે તેમજ કિયા વૃક્ષો ભૂજળ વધુ ઉપયોગ કરે છે તેનો એક પણ સરકારે અભ્યાસ કર્યો નથી…..!! અને બસ વૃક્ષોનું વાવેતર કરવાના અભિયાન ચલાવે છે તે સાથે વૃક્ષ વાવ્યા પછી ઉછેર તરફ કોઈ ધ્યાન અપાતુ નથી તે પણ હકીકત છે. હવેના સમયમાં વિકાસકામોના નામે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે તેનો અટકાવ કરવો અતિ જરૂરી છે, તો ભૂતળના જળ દોહવા પર પાબંધી લગાવી વરસાદી પાણી ભૂતળમાં ઊતરે એવા આયોજનમાં પરકોલેટ વેલ બનાવવાને પણ વિશેષ મહત્વ આપવું પડશે તોજ પર્યાવરણમાં સુધારો થશે.
ભારતભરમાં ૫૦૦ કરોડ વૃક્ષોના વાવેતરની જરૂર છે કારણ જંગલોમાં આગ લાગતા વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે અને તેની સામે વૃક્ષો ઉગાડવા કોઈ આયોજન થયું નથી. વિકાસના કામો પાછળ કરોડો વૃક્ષો નું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે તે સાથે ત્યાં મકાનો ઉભા કરવામાં પણ કરોડો વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે. ટૂંકમાં કોઈપણ પ્રકારના વિચાર્યા વગરના આયોજનમાં વૃક્ષોનો ખોડો કાઢી નાખવામાં આવ્યો છે પરિણામે સો ટકા ઓકિસજન આપતા પીપળા, ૭૫ ટકા ઓકિસજન આપતા લીંબડા, ૭૦ ટકા ઓક્સીજન આપતા વિશાળ વડલાઓ અને વૃક્ષો ખતમ કરી દેતા પ્રદૂષણમાં વધારો થયો છે…જેમા ભારતનું દિલ્હી અગ્રસ્થાને છે. જો હવે પ્રદૂષણ નિયંત્રણ માટે સરકારો અને લોકો નહી જાગે તો તેનું પરિણામ ભયંકર હશે… હશે… અને હશેજ….!! માટે લોકો જાગૃત થાય ચોમાસુ નજીકમાં છે ત્યારે દર ૫૦૦ મીટરના અંતરે ૧ પીપળો, ૧ લીમડો અને વડનુ વાવેતર કરી આ વૃક્ષોની ૫ થી ૭ વર્ષ જતન કરો પછી જુઓ તેના પરિણામો. બાકી તો ઈકોલીપ્સ,હાઈબ્રિડ આસોપાલવ જેવા વૃક્ષો વાવવાથી દૂર રહેજા કારણ આ વૃક્ષોને પાણી વધુ જાઈએ છે તેમજ ફળ આપતા નથી તે પણ તદ્દન સત્ય હકીકત છે. હા દેશી આસોપાલવ, આંબા, પપૈયા તેમજ ફળો આપતા વૃક્ષોનું વાવેતર કરો. સરકાર તેમજ વન વિભાગ આ માટે વિશેષ ધ્યાન આપે તો પરિણામ સો ટકા સારું મળશે.
રાજ્ય સરકારો જ્યાં ઊંચા પહાડો છે તેને તોડવાનું અટકાવે, ફળદ્રુપ જમીન બચાવવા માટે હાઈરાઈઝ બનાવવાનીજ મંજૂરી આપે- નાના બાંધકામોને નહીં, એરકન્ડીશનો, પેટ્રોલ- ડિઝલના વાહનો માટે હવે વપરાશ મર્યાદા લાવવી અતિ જરૂરી છે. તો વરસાદી પાણી જમીનમાં ઉતારવાનું આયોજન કરો વધુ પાણી વાપરતા ઉધાગો માટે ઓછુ પાણી વપરાય એવું આયોજન કરવું પણ જરૂરી છે. નહીં તો ધીરી ગતિએ દરિયાના પાણી ભૂતળમાં પ્રવેશી રહ્યા છે એટલે રણ બનતા વાર નહિ લાગે. માટે ખેતી પ્રધાન ભારતમાં વધુ વૃક્ષો વાવો- ઉછેરો તો ગરમી ઘટશે, એ સીનો વપરાશ ઘટશે,ઐ વીજળી ઓછી વપરાશે, તે સાથે કૃષિઉત્પાદન પણ વધશે અને આવનાર પેઢી સુખી થશે.
છેલ્લે એક વાત અમેરિકાનો વિકાસ જાઈને તેના જેવો વિકાસ કરવાથી લોકોને સુવિધા જરૂર મળશે પરંતુ નુકસાન વધુ થશે. કારણ અમેરિકાના જમીન ક્ષેત્રની સામે વસ્તી ઘણી ઓછી છે. એટલે તેનું આંધળું- વિચાર્યા વગરનું અનુકરણ સમગ્ર ભારતના લોકો માટે આપતિજનક બની રહેશે….!?

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY