ગરબામાં ઈનામ વિતરણ સમયે હવામાં છ રાઉન્ડ ફાયરિંગથી ચકચાર મચી

0
31

અમદાવાદ,તા.૧૯
શહેરમાં ફરી એક વાર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે. તહેવાર દરમ્યાન પોલીસ પેટ્રોલિંગ અને સલામતીની વાત કરે છે, પરંતુ નવરાત્રી દરમ્યાન શહેરમાં ફાયરિંગથી લઈ મારામારી સુધીના અનેક બનાવ સામે આવ્યા છે.
ગઈ કાલે રાતે નવરાત્રીના છેલ્લા દિવસે ચાંદખેડાના ત્રાગડ રોડ પર આવેલા હોમટાઉન-૪ ફ્લેટમાં હિસ્ટ્રીશીટરે હવામાં છ રાઉન્ડ ફાયરિંગ કરતાં નાસભાગ મચી ગઈ હતી. ગરબામાં લહાણી આપવા બાબતે સોસાયટીના કમિટી મેમ્બર સાથે ઝઘડો કર્યા બાદ હિસ્ટ્રીશીટરે મિત્ર સાથે આવી ફાયરિંગ કર્યું હતું. જાકે પોલીસ આવે તે પહેલાં સહદેવ અને તેના મિત્રો નાસી છૂટ્યા હતા.
મળતી માહિતી મુજબ ચાંદખેડાના ત્રાગડ રોડ પર આવેલા હોમટાઉન-૪ ફ્લેટમાં તુષારભાઈ નાયક તેમના પરિવાર સાથે રહે છે. આ જ ફ્લેટમાં સહદેવ તોમર નામનો યુવાન તેના પરિવાર સાથે રહે છે. ગઈ કાલે નવરાત્રીનો છેલ્લો દિવસ હોવાથી ફ્લેટમાં ગરબા ચાલી રહ્યા હતા. આશરે એકાદ વાગ્યે ગરબામાં હાજર લોકોને લહાણીરૂપે એક-એક લંચ બોક્સ આપવામાં આવી રહ્યા હતા.
સહદેવ તોમરના પુત્રને પણ એક લંચ બોક્સ આપવામાં આવ્યું હતું, પરંતુ સહદેવના પુત્રએ બીજું લંચ બોક્સ માગ્યું હતું. બીજું લંચ બોક્સ લેવા આવતાં ફ્લેટના કારોબારીના એક સભ્યે તેને લંચ બોક્સ આપવાની ના પાડી દીધી હતી. ના પાડતાં સહદેવ તોમર ત્યાં આવ્યો હતો અને ફ્લેટના સભ્યો સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થતાં સોસાયટીના સભ્યોએ વચ્ચે પડીને સમાધાન કરાવ્યું હતું. સમાધાન બાદ સહદેવ ત્યાંથી જતો રહ્યો હતો.
ફાયરિંગ કર્યા બાદ સહદેવે તેના પુત્રને લંચ બોક્સ આપવાની ના પાડનાર વ્યકિતની છાતી પર રિવોલ્વર મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સમજાવટથી તેઓ મામલો થાળે પાડતા હતા ત્યારે ફરીથી સહદેવે ત્યાં હાજર લોકો વચ્ચે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY