અમેરિકા ફોરેન એક્સચેન્જ રેટ ઉપર શંકા હોય તેમને કરન્સી મોનિટરી યાદીમાં રાખે છે અમેરિકા ભારતને કરન્સી મોનિટરીની યાદીમાંથી હટાવશે…!!

0
9

વાશિંગ્ટન,તા.૧૯
અમેરિકા ભારતને તેની કરન્સી મોનિટરીની યાદીમાં હટાવી શકે છે. અમેરિકાના ફાઈનાન્સ મિનિસ્ટરે જણાવ્યુ કે, ભારતે એવા પગલા લીધા છે જેનાથી તેની કેટલીક ચિંતા દૂર થઈ છે. અમેરિકાએ દેશોની કરન્સીને મોનિટરી યાદીમાં રાખે છે જેના ફોરેન એક્સચેન્જ રેટ ઉપર તેમને શંકા હોય છે. એપ્રિલમાં અમેરિકાએ ભારત સહિત ચીન, જર્મની, જાપાન, દક્ષિણ કોરિયા અને સ્વિટઝરલેન્ડ જેવા દેશોની આ યાદીમાં નાંખ્યો હતો. અમેરિકાના નાણા મંત્રાલયે તાજેતરમાં રિપોર્ટ જણાવ્યુ કે, અત્યારે ભારતને આ યાદીમાં રાખવામાં આવ્યો છે જા કે, ભારત આવી જ રીતે કાર્ય કરતો રહ્યો તો આગામી છ મહિનાની અંદર આ યાદીમાંથી તેનો નામ હટી જશે. આ ઉપરાંત મંત્રાલયે જણાવ્યુ કે, ભારતીય ગતિવિધીમાં સ્પષ્ટ રીતે ફેરફાર થયો છે.
તેમની મધ્યસ્થ બેન્કે જૂન ર૦૧૮ સુધીમાં ફોરેક્સ રિઝર્વ ૪ અબજ ડોલરથી ઓછો થઈ ગયો છે. જે જીડીપીના ૦.ર ટકા જેટલુ થાય છે. ર૦૧૭ની તુલનાએ તેમાં મોટો ફેરફાર આવ્યો છે. ભારતની નીતિમાં ર૦૧૭ની તુલનાએ મોટો ફેરફાર આવ્યો છે. આ દરમિયાન તેમનું ફોરેક્સ રિઝર્વ બે ટકાથી પણ ઓછુ હતું.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે, વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી જંગી પ્રમાણમાં વેચવાલી કરી છે. પ્રથમ છ મહિનામાં ડોલરની સામે રૂપિયો સાત ટકા અને વાસ્તવિક આધારે ચાર ટકાથી વધારી ઘટયો છે. અમેરિકા સાથે ભારતનો વેપાર જૂન ર૦૧૮ સુધી ર૩ અબજ ડોલર હતી. પરંતુ ભારતનો કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ જીડીપીના ૧.૯ ટકા થઈ ગયો છે. કરન્ટ એકાઉન્ટ ડેફિસિટમાં વધારો થવાનું કારણ ક્રૂડ ઓઈલ અને સોનાની આયાત માનવામાં આવે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY