
જર્મનીમાં સ્થાયી કેરાલિયન સમુદાય દ્વારા તેનુ આયોજન થયુ હતુ
તિરુવનંતપુરમ્,તા.૨૦
રોમ ભડકે બળતુ હતુ અને નીરો ફીડલ વગાડતો હતો. તેવી કહેવત કેરાલાના મંત્રી કે રાજૂએ સાચી પુરવાર કરી બતાવી છે.
કેરાલા આખુ પૂરના પાણીમાં ગરકાવ હતુ ત્યારે કેરાલાની સરકારના આ મંત્રીજી ૧૫ ઓગસ્ટે જર્મનીમાં ઓનમ મનાવી રહ્યા હતા. જર્મનીમાં સ્થાયી કેરાલિયન સમુદાય દ્વારા તેનુ આયોજન થયુ હતુ.
કે રાજૂ સીપીઆઈના સભ્ય છે.મંત્રીના જર્મની જવાના નિર્ણય પર મુખ્યમંત્રી અને પાર્ટીના અધ્યક્ષે નારાજગી જાહેર કર્યા બાદ તેમને પાછા બોલાવવામાં આવ્યા છે. તેઓ સોમવારે જ જર્મનીથી પાછા ફર્યા છે.
સીપીઆઈના કેરલ અધ્યક્ષનુ કહેવુ છે કે મંત્રીની વર્તણૂંક સહન કરાય તેવી નથી. માટે તેમને પાછા બોલાવાયા છે. મંત્રીની હરકતથી સીપીઆઈની ઈમેજને પણ નુકસાન પહોંચ્યુ છે. મંત્રી સામે પાર્ટી આકરી કાર્યવાહી પણ કરી શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




