જમ્મુકાશ્મીરમાં અને ખાસ કરીને ખીણમાં ફરી એકવાર ત્રાસવાદી ગતિવિધી વધી ગઇ છે. રવિવારના દિવસે ત્રણ જુદી જુદી ઘટનામાં ૧૭થી વધારે લોકોના મોત થયા બાદ ફરી ચિંતા વધી ગઇ છે.
બીજી બાજુ સરહદ પર ઘુસણખોરી કરવાના પ્રયાસો પણ અવિરત રીતે જ થઇ રહ્યા છે. જેથી આગામી દિવસો સુરક્ષા દળો સામે પડકારરૂપ હોઇ શકે છે. કમનસીબ બાબત એ છે કે સ્થાનિક લોકો હજુ ત્રાસવાદીઓને ટેકો આપી રહ્યા છે જેથી હુમલા કરીને સ્થાનિક લોકો વચ્ચે ત્રાસવાદીઓ વારંવાર સંતાઇ જાય છે. રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી વારંવાર પહેલ કરવામાં આવે છે પરંતુ સફળતા મળતી નથી. બીજી બાજુ સેનાને ઓપરેશન ઓલઆઉટમાં મોટી સફળતા મળી રહી છે પરંતુ ત્રાસવાદી ગતિવિધી યથાવત રીતે જારી રહી છે.
ત્રાસવાદીઓ કેટલી સંખ્યામાં છે તે પ્રશ્ન આના કારણે સર્જાય છે. રમજાનના પરિવત્ર મહિના દરમિયાન ભારત સરકારે શાંતિ સ્થાપિત કરવાના હેતુથી ત્રાસવાદીઓ સામે ઓપરેશન બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જા કે આ ગાળા દરમિયાન હુમલા વધારે કરવામાં આવ્યા હતા. જે દર્શાવે છે કે જમ્મુકાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવાની બાબત સરળ દેખાઇ રહી નથી. કે જમ્મુ કાશ્મીરના સંદર્ભમાં જાવામાં આવે તો આવા ઓપરેશન સુધી મર્યાદિત દ્રષ્ટિના કારણે ઇચ્છત પરિણામ હાંસલ થઇ શકશે નહી. હકીકતમાં વસ્તીના એક મોટા હિસ્સાની વિચારધારા અને તેમના વ્યવહારનો હિસ્સો બની ચુકેલી કોઇ પણ સમસ્યાને ઉકેલી દેવા માટે તાકાતની એક મોટી ભૂમિકા હોય છે પરંતુ સાથે સાથે તેને એકમાત્ર કારણ અને વિકલ્પ તરીકે જાઇને આગળ વધવાની બાબત યોગ્ય દેખાતી નથી. આના કારણે સમસ્યા વધારે ગંભીર બની જાય છે.
કઠોર વલણની સાથે સાથે સમાયાતંર વાતચીતની પ્રક્રિયા જારી રાખીને જ બળ પ્રયોગનો કોઇ અર્થ નિકળી શકે છે. સમસ્યાની જડ બની ચુકેલા કેટલાક લોકોને વસ્તીથી અલગ કરવાની બાબત એક ચૂંટણી વલણ પણ હોય છે. કમનસીબ બાબત એ છે કે કાશ્મીરના સંબંધમાં છેલ્લા કેટલાક સમયથી વાતચીત માટેનો રસ્તો બંધ થયેલો છે. બલ્કે ચૂંટણીઁ પ્રક્રિયાના પ્રયાસોમાં પણ ગંભીરતા દેખાઇ રહી નથી. છેલ્લી વિધાનસભાની ચૂંટણી બાદ બે લોકસભા સીટની પેટાચૂંટણી થઇ હતી. જેમાં ખુબ ઓછુ મતદાન થયુ હોવા છતાં ફારૂખ અબ્દુલ્લા વિજેતા બની ગયા હતા. ખાસ નોંધવા લાયક બાબત એ છે કે માત્ર લશ્કરી ઓપરેશન પર આધાર રાખીને અમે અમારા લશ્કરી બળોને પણ સંકટમાં મુકી રહ્યા છીએ.
વર્તમાન સ્થતીમાં કાશ્મીરમાં સેનાના પ્રયાસો છતાં સ્થતી વધારે સુધરી નથી. જ્યાં સુધી શાંતિપૂર્ણ માહોલમાં પંચાયતી ચૂંટણી થશે નહીં ત્યાં સુધી સ્થતીમાં નોંધપાત્ર સુધારો થઇ શકશે નહી.સ્થતીને સુધારી દેવા અને તમામ પ્રકારની ચેતવણી આપવામાં આવી રહી હોવા છતાં પાકિસ્તાની સેના યુદ્ધવિરામનો ભંગ કરીને સ્થતીને ખરાબ કરવાના પ્રયાસો સતત કરી રહી છે.રવિવારના દિવસે જમ્મુ કાશ્મીરમાં એક જ દિવસમાં અલગ અલગ ઘટનામાં કુલ ૧૬ લોકોના મોત થયા બાદ બાદ ફરી એકવાર વિસ્ફોટક સ્થત ઉભી થઇ ગઇ છે. જે સંકેત આપે છે કે સુરક્ષા દળો માટે આગામી દિવસોમાં અનેક પડકારો રહેનાર છે.
રવિવારના દિવસે ત્રણ જુદી જુદી ઘટનામાં સાત સ્થાનિક નાગરિક, ચાર સુરક્ષા કર્મચારીઓના મોત થયા હતા. આ ઉપરાંત રાજારી અને કુલગામમાં બે જુદા જુદા ઓપરેશનમાં પાંચ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. રવિવારના દિવસે થયેલ આ તમામ ઘટના બાદ કાશ્મીર ખીણમાં વિસ્ફોટક સ્થતી પ્રવર્તી રહી છે. તમામ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામા આવી છે. જમ્મુ કાશ્મીરના સુંદરબની સેક્ટરમાં ઘુસણખોરી કરતા બે પાકિસ્તાની ઘુસણખોરો ઠાર થયા હતા.
આ કાર્યવાહીમાં ત્રણ ભારતીય જવાનો પણ શહીદ થયા હતા. એક અન્ય જવાનને ઇજા પણ થઇ હતી. તે પહેલા જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સેના અને ત્રાસવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થયા બાદ એક બ્લાસ્ટ પણ થયો છે. એન્કાઉન્ટર બાદ સ્થળ પર થયેલા બ્લાસ્ટમાં સાત સ્થાનિક વ્યક્તના મોત થયા હતા. બ્લાસ્ટમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. ઘટના બાદ પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, અથડામણ બાદ એન્કાઉન્ટર સ્થળ પર ન જવાની લોકોને અપીલ કરવામાં આવી હતી પરંતુ કેટલાક લોકો પહોંચી ગયા હતા. આ ગાળા દરમિયાન જ એક બ્લાસ્ટ થયો હતો જેમાં સાત મોત થયા હતા. જુદા જુદા સ્થળો પર ત્રાસવાદીઓ દ્વારા દળોને ટાર્ગેટ બનાવીને હુમલા કરાઇ રહ્યા છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




