આગોતરા જામીન નહિ મળે,રાષ્ટ્રપતિએ સુપ્રિમના ફેંસલાને ઉલ્ટાવતા સંશોધિત કાનૂનને મંજૂરી આપી
ન્યુ દિલ્હી,તા.૨૦
અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિની સતામણીમાં તરત જ કેસ દાખલ થશે અને ધરપકડ થશે. કેસ દાખલ કરતા પહેલા પ્રાથમિક તપાસ અને ગીરફતારી પહેલા પરવાનગી લેવાની જરૂર નહી પડે. રાષ્ટ્રપતિએ સુપ્રિમકોર્ટના ચુકાદાને બિન અસરકારક બનાવનારા એસસી-એસટી કાયદા ૨૦૧૮ને મંજુરી આપી દીધી છે. રાષ્ટ્રપતિની મંજુરી મળ્યા પછી એસસી-એસટી કાયદો પહેલાની જેમ કડક થઇ ગયેલ છે.
સુપ્રિમ કોર્ટે ગઇ ૨૦ માર્ચના રોજ આપેલ ચુકાદામાં એસસી-એસટી કાયદાના દુરૂપયોગ બાબતે ચિંતા વ્યકત કરીને દિશા-નિર્દેશો જાહેર કર્યાં હતા. સુપ્રિમે કહયું હતું કે એસસી-એસટી અત્યાચાર નિરોધક કાયદામાં ફરીયાદ મળ્યા પછી તરત જ કેસ દાખલ નહીં થાય. ડીએસપી પહેલા ફરીયાદની પ્રાથમિક તપાસ કરીને જાણી લેશે કે તે મામલો ખોટો અથવા દુર્ભાવનાથી પ્રેરિત તો નથીને. આ ઉપરાંત આ કાયદા હેઠળ એફઆઇઆર દાખલ થયા પછી આરોપીને તરત ગીરફતાર નહી કરાય. સરકારી કર્મચારીની ધરપકડ કરતા પહેલા સક્ષમ અધિકારી અને સામાન્ય માણસની ધરપકડ પહેલા એસએસપીની મંજુરી લેવી પડશે. એટલું જ નહી, કોર્ટે આરોપીના આગોતરા જામીનનો રસ્તો પણ ખોલી આપ્યો હતો. સુપ્રિમ કોર્ટના આ ચુકાદા પછી તેનો દેશવ્યાપી વિરોધ થયો હતો. ત્યાર પછી સરકારે આ કાયદાને પુર્વ સ્થિતિમાં લાવવા માટે એસસી-એસટી કાયદા સુધારણા બીલ સંસદમાં રજુ કર્યું હતું અને બંને સદનોમાં મંજુર કરીને રાષ્ટ્રપતિ પાસે મંજુરી માટે મોકલ્યું હતું.
રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી હવે તે સુધારો અમલી બની ગયો છે. આ સુધારેલ કાયદામાં એસસી-એસટી અત્યાચાર વિરોધી કાયદામાં કલમ ૧૮-એ ઉમેરદવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે આ કાયદાનું ઉલ્લંઘન કરનાર વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરતા પહેલા પ્રાથમિક તપાસની જરૂર નથી. અને તપાસનીશ અધિકારીએ ધરપકડ કરતા પહેલા કોઇની પરવાનગી લેવાની જરૂર નથી. એટલું જ નહી, સુધારેલા કાયદામાં એમ પણ કહેવાયું છે આ કાનુન હેઠળ અપરાધ કરનાર આરોપીને આગોતરા જામીનનો લાભ નહી મળે. સુધારેલ કાયદામાં ચોખ્ખુ કહેવાયું છે કે આ કાયદાના ઉલ્લંઘન બદલ કાયદામાં ચોખ્ખુ કહેવાયું છે કે આ કાયદાના ઉલ્લંઘન બદલ કાયદામાં કહેવાયેલ પ્રક્રિયાનું જ પાલન કરવાનું રહેશે. એટલે હવે કાયદા સુપ્રિમના ચુકાદાથી એકદમ ઉલ્ટો થઇ ગયો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




