ઘોઘા-દહેજ રો-રો પેસેન્જર ફેરીનું સીએમ રૂપાણી દ્વારા લોકાર્પણ

0
65

ભાવનગર,તા.૨૭
ભારતની સૌથી મોટી ઘોઘા-દહેજ વચ્ચેની રો-રો પેસેન્જર ફેરી સર્વિસ આરંભ થઈ ગયો છે. ફેરી સર્વિસનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રીના વિજય રૂપાણીએ વાહનોને લીલીઝંડી આપી વિધિવત પ્રારંભ કરાયો છે. આ સાથે જ ૩૬૦ કિ.મી.ને બદલે ઘોઘા-દહેજ વચ્ચેનું અંતર ઘટીને માત્રને માત્ર ૩૧ કિ.મી. થઇ જશે. ૨૫મી જાન્યુઆરી ૨૦૧૨ના રોજ ઘોઘા ખાતે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઘોઘા ખાતે ખાતમુર્હૂત કરતી વેળાએ સમગ્ર પ્રોજેક્ટ ૧૫ માસમાં શરૂ કરવાનું કહ્યું હતુ, પરંતુ ૨૨મી ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ઘોઘા ખાતેથી વડાપ્રધાને માત્ર પેસેન્જર સર્વિસ પ્રથમ ચરણ તરીકે લોકાર્પિત કર્યુ હતુ.
લોકાર્પણ સમારોહ ઘોઘા ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, મંત્રી પુરૂષોત્તમભાઇ સોલંકી, મંત્રી વિભાવરીબેન દવે, સાંસદ ભારતીબેન શિયાળ, ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી, ભાવનગરના મેયર મનહરભાઇ મોરીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે.
૬૦ ટ્રક, ૫૨૫ મુસાફરો અને ૩૫ કાર એક ટ્રિપમાં મુસાફરી કરી શકશે. મુસાફરો માટે બિઝનેસ ક્લાસ, એક્ઝિક્યુટિવ ક્લાસ, ઇકોનોમી ક્લાસ રાખવામાં આવ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેના સડકમાર્ગનું ભારણ ફેરી સર્વિસથી થઇ શકશે.
તા.૨૭ના રોજ લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન થયા બાદ તા.૨૮થી નિયમીત રીતે ફેરી સર્વિસનો આરંભ કરવામાં આવશે. ટિકિટનું ઓનલાઇન બૂકિંગ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યુ છે. દિવાળીના તહેવારોમાં મુસાફરોના પ્રવાહને ધ્યાનમાં રાખી અને પેસેન્જર બોટ ઇન્ડીગો-૧ પણ ઘોઘા-દહેજ વચ્ચે ચલાવવાની ઘોષણા કરવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY