80 % છોકરાઓ પેરેન્ટ્સથી કંટાળી આત્મહત્યા કરવાનો વિચાર કરે છે’
પેરેન્ટ્સની અપેક્ષાઓનો બોજો ઉપાડી શકતા નથી, પરિણામે બાળકો આત્મહત્યા કરવા સુધી પહોંચી જાય છે. સાંભળવામાં થોડું ચોંકાવનારી લાગતી આ વાત, સત્ય છે. એવું અમે નહીં પણ શહેરના કોલ સેન્ટરનાં આંકડાઓ પરથી કહી શકાય છે અને આ બાબતને રોકવા માટે પેરેન્ટીંગ ફોર પીસ સંસ્થા પણ કાર્યરત છે. આ સંસ્થા દ્વારા જૂન મહિનામાં નેશનલ કોન્ફરન્સનું આયોજન થવા જઇ રહ્યું છે, ત્યારે સિટી ભાસ્કરે શહેરના પાંચ કોલ સેન્ટરમાં ફોન કરી આંકડાઓ મેળવ્યાં હતાં.
કિસ્સો 1
‘મનોજે (નામ બદલ્યુ છે) કોલ સેન્ટરમાં કોલ કર્યો હતો. કોલ સેન્ટરના કાઉન્સેલર કંઇ પણ બોલે એ પહેલા મનોજે કહ્યુ કે ‘મારે આત્મહત્યા કરવી છે’. આ સાંભળીને કાઉન્સેલરે મનોજને બોલવા દીધો અને રડવા લાગ્યો. એનું દુ:ખ થોડું હળવું થવા કાઉન્સેલરે એની સમસ્યા જાણી. મનોજના પિતાને પહેલેથી જ મોબાઇલ યુઝ કરવાની ટેવ હતી, એને કારણે મનોજ પણ મોબાઇલ વાપરતો થયો. શરૂઆતમાં એમના પિતાએ મનોજને રોકવાની જગ્યાએ એને પ્રોત્સાહિત કર્યો. પણ ઉંમર વધતા મોબાઇલને લઇને પિતા એને મારવા લાગ્યા. વાત એ હદ સુધી બગડી ગઇ છે કે મનોજ પિતા સાથે વાત કરવા માટે તૈયાર નથી.
કિસ્સો 2
અંદાજે 11માં ધોરણમાં ભણતી કૃપા (નામ બદલ્યુ છે)એ ફોન કરીને કહ્યુ કે મારા માતાપિતા મને ટોણા બહું મારે છે. સંબંધીઓની વચ્ચે પણ મને અપમાનિત કરે છે એને કારણે મારો આત્મવિશ્વાસ ખુબ જ ઓછો થયો છે. મનમાં એક ડર હંમેશા સતાવે છે. આવી પરિસ્થિતિમાં અભ્યાસ તો શું રમતમાં પણ ધ્યાન અપાતું નથી. બીજા સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સને જોઉં તો મને ખુબ જ દુ:ખ થાય છે, હું ખુબ રડું છું. મને હવે મજામાં જ નથી આવતી. તમે મારા પેરેન્ટ્સને ફોન કરીને સમજાઓને, પ્લીઝ.! આ શબ્દો સાંભળીને કાઉન્સેલરે એમના પેરેન્ટ્સનો નંબર લીધો અને પેરેન્ટ્સ સાથે પણ વાત કરી અને પછી પેરેન્ટ્સને પસ્તાવો થયો
ભણવા માટે પેરેન્ટ્સનું પ્રેશર
મોટા ભાગના કોલ સેન્ટરમાં સૌથી વધારે એટલે કે 80 ટકા કોલ પેરેન્ટ્સના પ્રેશરને કારણે આવે છે. સ્ટુડન્ટ્સ કોલ સેન્ટરમાં ફોન કરીને કહે છે કે ‘મારા પેરેન્ટ્સને કહો કે મને માનસિક ત્રાસ ન આપે.’ ભણવાની બાબતમાં પેરેન્ટ્સ કેમ આટલું ટક ટક કરે છે.?
રિલેશનશિપની બાબતો
ત્રીજા નંબર પર રિલેશનશિપને કારણે ફોન કરનારની સંખ્યા વધુ છે. એમાં એકતરફી પ્રેમ, પ્રેમમાં નિષ્ફળતા જેવા કારણે ઉચ્ચ માધ્યમિક શાળા અને કોલેજના સ્ટુડન્ટ્સ કોલ કરે છે. એમના પ્રશ્નો એટલા જટીલ હોતા નથી, અમુક તો ટાઇમ પાસ માટે પણ ફોન કરે છે.
પરીક્ષાનું ટેન્શન, ખરાબ રિઝલ્ટ
પરીક્ષા નજીક હોય કે પરિણામ આવવાનું હોય એ દિવસોમાં જ કોલ સેન્ટરમાં આ પ્રકારના કોલે આવે છે, બાકીના દિવસોમાં આ સમસ્યાઓ માટે વિદ્યાર્થીઓ કોલ કરતા નથી. મોટા ભાગના સ્ટુડન્ટ્સ એવા હોય છે જેઓ ડિપ્રેશનમાં આવી ગયા હોય છે.
1 દિવસમાં 17 વિદ્યાર્થીઓ પેરેન્ટીંગ માટે કોલ કરે
શહેરની પાંચ હેલ્પલાઇન કેમ્પમાં મહિનામાં એક હજાર કોલ રજીસ્ટર્ડ થયા છે, જેમાંથી 500 કોલ વિદ્યાર્થીઓના હોય છે. એક દિવસમાં અંદાજે 16 થી 17 વિદ્યાર્થીઓના આવે છે અને એમાં પણ ભણવામાં પેરેન્ટ્સનું પ્રેશર અને પેરેન્ટ્સની વધુ પડતી અપેક્ષાઓનું સમાધાન મેળવવા કોલ સેન્ટરનો ઉપયોગ કરે છે.
30 ટકા ફોન આપઘાત માટે.!
1 જીવન આસ્થા સંસ્થા વર્ષ 2014માં શરૂ થઈ હતી. આ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 60થી 70 હજાર જેટલાં કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે. જેમાંથી અડધા એટલે કે 30થી 35 હજાર કોલ વિદ્યાર્થીઓએ કર્યાં છે.
2 આસ્થા હેલ્પ લાઈન સાથે સંકળાયેલા રૂદ્રેશ વ્યાસ સિટી ભાસ્કરને કહે છે કે, ‘મોટા જે વિદ્યાર્થીઓ કોલ કરે છે એમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ અભ્યાસને લગતાં પ્રેશર અથવા પેરેન્ટ્સની અપેક્ષા પ્રમાણે માર્કસ નહીં આવે તેવી ફરિયાદ કરતાં કોલ કરે છે.
3 વિદ્યાર્થીઓ ફોન કરે છે એમાંથી મોટા ભાગની સમસ્યાઓ પ્રોબ્લેમ હોય પરંતુ અમુક સમયે ખુબ જ નાની સમસ્યાઓ હોય તો પણ હેલ્પ લાઈન નંબર પર સંપર્ક કરે છે. કુલ ફોન આવે છે એમાંથી 30 ટકા જ વિદ્યાર્થીઓ આપઘાત કરવો છે એમ કહે છે.
![]()
![]()
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



