ભરૂચ જિલ્લાના કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા ના સમર્થકો દ્રારા ભવ્ય રેલી યોજવામાં આવી હતી.

ગુજરાતના પ્રભારી અશોક ગેહલોટ દ્રારા ગુજરાત રાજ્યના ૧૨ જિલ્લાઓમાં બાકી રહી ગયેલા જિલ્લા પ્રમુખોની વરણી કરવામાં આવી હતી જેમાં ભરૂચ જિલ્લા કોંગેસ પક્ષના પ્રમુખ તરીકે નવયુવાન અને ઉત્સાહી પરિમલસિંહની પસંદગી થતાં તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.
પરીમલસિંહ રણા ના સમર્થકો અને કાર્યકરો દ્રારા આજ રોજ તેઓ દ્રારા વિધિવત જિલ્લા પ્રમુખનો ચાર્જ સંભળતા ભવ્ય અને વિશાળ રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લાના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પરીમલ સિંહ રણા ને શુભેચ્છા પાઠવી હતી.
રિપોર્ટર;-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






