ગુજરાત સરકાર દ્વારા ઈન્ડસ્ટ્રીયલ ઈન્વેસ્ટર્સ ફેસેલીટેશન પોર્ટલ શરૂ કરાયુ

0
92

ભાવનગર;
ગુજરાત સરકાર તરફથી ઈન્ડસ્ટ્રીયલ ઈન્વેસ્ટર્સ ફેસેલીટેશન પોર્ટલ શરૂ કરાયુ છે આ પોર્ટલ હેઠળ રાજ્ય સરકારના જુદા જુદા વિભાગો અને કાર્યાલયોમાં લેવા પડતા પરવાના અને મંજુરીઓ તેમજ સરકારશ્રી તરફથી મળતી વિવિધ સહાયની ૬૪ પ્રકારની અરજીઓ આ પોર્ટલ મારફતે કરી શકાય છે આવી અરજીઓ સાથે કયા કયા પ્રકારના ડોક્યુમેન્ટ જોડવાના રહે છે તેની વિગત પણ પોર્ટલમાં જોઈ શકાય છે તેમજ આવા ડોક્યુમેન્ટ્સને અપલોડ કરી શકાય છે. પોર્ટલ એડ્રેસ www.ifpgujarat.gov.in આ પોર્ટલની સગવડતાનો ઉપયોગ કરવામાં કોઈ મુશ્કેલી હોય તો ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૧૮૪૭ દ્વારા જરૂરી માર્ગદર્શન મેળવી શકાય છે. આ પોર્ટલના હોમપેજ ઉપર જમણી બાજુ IFP-walk Through Video મુકવામાં આવેલ છે જેમાં ઓડિયો/વિડિયો દ્વારા પોર્ટલ પર કઈ રીતે રજીસ્ટ્રેશન કરવુ તેની વિગતો આપવામાં આવેલી છે જેનો પણ આપ અભ્યાસ કરી શકો છો તેમ સંયુક્ત ઉધોગ કમિશ્નર, ગાંધીનગરે જણાવ્યું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY