અમદાવાદ,તા.૬
પેટન્ટ વિશે જનજાગૃતિ લાવવા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના નિષ્ણાત અને એકયૂપ્રેક રિસર્ચ લેબ્સના સલાહકાર બોર્ડના અધ્યક્ષ પદ્મીન બૂચ તેમ જ સંલગ્ન કોલેજ સાલ ઈન્સ્ટીટ્યુટને આઈપીઆર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પ્રોટેક્શન ઓર્ગેનાઈઝેશન તરફથી યોજવામાં આવેલા આઈપી ફેસ્ટ ૨૦૧૮ અંતર્ગત આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.જીટીયુ અને સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકો તરફથી આશરે ૩૫૪ પેટન્ટ માટેની અરજીઓ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો, સંશોધનકારો અને સ્ટાર્ટ અપને આઈપીઆર અને ઈનોવેશનને લગતી વિગતવાર જાણકારી મળી રહે તેવી વ્યવસ્થા પણ જીટીયુ તરફથી કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર પેટન્ટ વિશે જનજાગૃતિ લાવવા પર વધુને વધુ ભાર મૂકી રહી છે. જીટીયુએ આ કારણસર જ પેટન્ટ વિશે ખાસ કોર્સ શરૂ કર્યા છે અને જનજાગૃતિના અનેક કાર્યક્રમો યોજે છે.
વસાણીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં પેટન્ટ અને કોપીરાઈટ વિશે જાગૃતિ લાવવા અમે તાજેતરમાં એક જ દિવસમાં ૧૬૨ પેટન્ટ દાખલ કરીને વિશ્વ વિક્રમ સર્જવાનો અનોખો કાર્યક્રમ યોજ્યો હતો. તેમાં નવાઈની વાત એ હતી કે સી.એન. વિદ્યાલયમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતા બે નાનકડા વિદ્યાર્થીઓ પણ પેટન્ટ અરજી દાખલ કરવાની પ્રક્રિયામાં સહભાગી થયા હતા, બાકીના વિદ્યાર્થીઓ એન્જીનિયરીંગ કાલેજના હતાં
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



