ઉકાઈ ડેમમાંથી ૧૫ હજાર ક્યુસેક છોડાતું પાણી
સુરત
મહા ચક્રવાતની અસર પૂર્ણ થયા બાદ પણ શહેર જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ અને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં આવેલ તાપી નદીના કેચમેન્ટ એરિયામાં છુટો છવાયો વરસાદ નોધાયો છે. ઉકાઈમાંથી તાપી નદીમાં ૧૫ હજાર ક્યુસેક ડિસ્ચાર્જ કરી સપાટી ૩૪૪.૯૫ ફુટે સ્થિર રાખવામાં આવી છે.
સુરત સિંચાઈ વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચોમાસાની સિઝન પૂર્ણ થવાની સાથે ઉપરા છાપરી અરબી સમુદ્રમાં સર્જાયેલ વાવાઝોડાની અસરથી વધુ એક મહિનો ચોમાસુ લંબાઈ ગયું હતું. કયાર અને મહા ચક્રવાતની અસર પૂર્ણ થઈ છે. આજે પણ ઉકાઈ ડેમમાં કમોસમી વરસાદની આવક થઈ રહી છે. તાપી નદીના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં આવેલ કેચમેન્ટ એરિયામાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન છુટો છવાયો વરસાદ નોધાયેલો છે. આજે પણ ઉકાઈ ડેમમાં ૩૪૦૩૨ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ઉકાઈમાંથી તાપી નદીમાં ૧૫૫૬૪ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્નાં છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટની સામે આજે બપોરે ઉકાઈ ડેમ ભયજનક સપાટી નજીક ૩૪૪.૯૫ ફુટ સુધી ભરાયો છે. આગામી બે ત્રણ દિવસ બાદ ઉકાઈમાં ઉપરવાસથી આવક બંધ થવાની સાથે સપાટી સ્થિર થઈ જશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



