પં.બંગાળમાં રામનવમીએ ફાટી નીકળેલા તોફાનોમાં આઈપીએસ અધિકારીએ હાથ ગુમાવ્યો

0
126

કોલકાત્તા,
તા.૨૮/૦૩/૨૦૧૮

પ્રદર્શનકારીઓ દ્વારા ફેંકવામાં આવેલા બોમ્બમાં બની દુર્ઘટના

રામનવમીના સરઘસને લઈને બે સમુદાય વચ્ચે પશ્ચિમ બંગાળમાં ઘર્ષણ થયું હ્‌તું. આ હિંસામાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતું. જ્યારે બે પોલીસ અધિકારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. પ્રદર્શનકારીઓ દ્વારા ફેંકવામાં આવેલા બોંમ્બમાં એક આઈપીએસ અધિકારીએ પોતાનો હાથ જ ગુમાવવાનો વારો આવ્યો છે. પોલીસ અધિકારીને નજીકની એક હોસ્પટલમાં દાખલ કરાવવામાં આવ્યાં છે.

આસનસોલ-દુર્ગાપુરના ડીસીપી અરિંદમ દત્તા ચૌધરીને ગંભીર ઈજા પહોંચી છે. આઈપીએસ એસોસિએશને અરિંદમનો ફોટો જાહેર કરી ઘટનાની નિંદા કરી છે. એસોસિએશને કહ્યું છે કે, “પોલીસ જે મુશ્કેલ પરિસ્થતિઓનો સામનો કરે છે, તેને જાઈને ખરેખર દુખ થાય છે.” તેવી જ રીતે બીજા એક પ્રમિત ગાંગુલી નામના પોલીસ અધિકારીને પણ માથાના ભાગે ઈજા થઈ છે.

આઈપીએસ એસોસિએશનની આ પોસ્ટ જાતા જ લોકોમાં પણ ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. ઘણા લોકોએ દોષિતોને પકડીને કડકમાં કડક સજા કરવાની માંગણી કરી છે. નરેન્દ્ર દુબે માનના એક યુઝરે કહ્યું હતું કે, ખુબ જ મુશ્કેલ છે પોલીસની નોકરી છે, જે કરે છે તે જ સમજે છે. સરહદ પર તો દુશ્મનની જાણ હોય છે પરંતુ અહીંતો આપણા જ દેશના લોકો હુમલો કરે છે. ભગવાન ડ્ઢઝ્રઁ અરિંદમ દત્તાનું સ્વાસ્થ્ય સારુ રાખે.

ઉલ્લેખનીય છે કે, રામનવમીના રોજ કાઢવામાં આવેલા સરઘસને લઈને બે જુથ વચ્ચે સંઘર્ષ થયાના એક દિવસ બાદ બર્ધમાન પશ્ચિમ જીલ્લાના રાણીગંજ વિસ્તારમાં મંગળવાર (૨૭) માર્ચના રોજ મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY