જુગારના રોકડા રૂ. ૩૩૬૩૦/- તથા સાધનો ગણી કુલ રૂ.૬૨૬૩૦/- સાથે છ આરોપીઓને ઝડપી પાડતી દહેજ પોલીસ

0
11

ભરૂચ જીલ્લાના પોલીસ અધીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પ્રોહીબીશન અને જુગારની પ્રવૃતી નાબૂદ કરવા માટે પ્રોહીબીશન અને જુગારની ડ્રાઈવનું આયોજન કરી વધુમાં વધુ પ્રોહી/જુગારના કેસો શોધી કાઢવા જરૂરી સૂચના આપેલ હોય જે આધારે નાયબ પોલીસ અધીક્ષક ડી.પી.વાઘેલા ભરુય ડીવીઝન તરફથી પ્રોહી/જુગારની પ્રવૃતી નાબૂદ કરવા કડક અમલ વારી કરવા આપેલ જરૂરી માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેકટર એ.સી. ગોહિલ નાઓએ સૂચના આપેલ હોય જે અનુસંધાને દહેજ પો.સ્ટે વિસ્તારમાં પોલીસ સ્ટાફના માણસો પ્રોહી/જુગાર ડ્રાઈવ અંગે ખાનગી વાહનોમાં પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીદારથી મળેલ બાતમી આધારે જોલવા ગામ પાસે આવેલ ચાઈના સ્ટીલ કંપનીની પાછળ આવેલ બાવળીઓ વાળી ખુલ્લી જગ્યામાં રેડ કરતાં છ આરોપીઓ પત્તા પાના વડે હારજીતનો જુગાર રમતા પકડાઈ ગયેલ અને એક ઈસમ નાશી છૂટેલ પકડાયેલ આરોપીઓની અંગ જડતીના તથા દાવ પરના નાણાં મળી કુલ રોકડા રૂપીયા રૂ.૩૩૬૩૦/- તથા મોબાઈલ નંગ ૦૪ કી.રૂ ૨૯૦૦૦/- તથા કેટના પાનાં નંગ ૫૨ મળી કુલ રૂ.૬૨૬૩૦/- સાથે મળી આવેલ હોય જેઓને જુગારધારા કલમ ૧૨ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. છેપકડાયેલ આરોપીઓ –(૧) ગિરીશભાઈ ભીમસંગભાઈ ગોહિલ રહે.દહેજ માખણીયું ફળિયું તા.વાગરા જી.ભરૂચ(ર) ભાવેશભાઈ દિનેશભાઈ મકવાણા રહે-દહેજ રામજીમંદીર પાસે વાડી ફળિયું તા.વાગરા જી.ભરૂચ(૩) વિરમદેવ ઉર્ફે ભુરો ફતેસંગભાઈ ગોહિલ રહે. દહેજ માખણીયું ફળિયું તા.વાગરા જી.ભરૂચ(૪) પ્રકાશભાઈ હરીભાઈ મકવાણા રહે-અંભેટા સ્કૂલ પાસે મોટું ફળિયું તા. વાગરાજી.ભય(૫) બિહારીદાન ઉર્ફે લાલાભાઈ હરીસંગભાઈ ગઢવી રહે. દહેજ એ.બી.જી કંપની કોલોનીતા.વાગરા જી.ભરૂચ (૬)વિષ્ણુભાઈ ફતેસંગભાઈ ગોહિલ રહે-દહેજ માખણિયું ફળિયું તા.વાગરા જી.ભરૂચ(૭) વોન્ટેડ-એક ઈસમ નામે પરેશ આહીર રહે-લુવારા તા.વાગરા જી.ભરૂય.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY