પંજાબના બટાલામાં થયેલા બ્લાસ્ટમાં મૃત્યુંઆંક વધીને ૨૩એ પહોંચ્યો

0
6

ગુરદાસપુર,તા.૬
પંજાબના ગુરૂદાસપુર જિલ્લાના બટાલા સ્થિત એક ફટકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં મૃત્યુઆંક વધીને ૨૩ થયો છે. ત્યારે પંજાબના સીએમ કેપ્ટન અમરિંદરસિંહે મૃતકના પરિવાર સહિત દુર્ઘટનામાં ઘાયલ થયેલા શખ્સો સાથે મુલાકાત કરી છે. આ દુર્ઘટનામાં ૨૦ જેટલા લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ બાદ બે ઇમારત ધરાશાયી થઇ ગઇ હતી.
બટાલા સ્થિત ફટાકડા ફેકટ્રીમાં વિસ્ફોટ બાદ ઘટના સ્થળે તુરંત પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો પહોંચી ગયા હતા. અને બચાવ કામગીરી શરૂ કરી દેવાઇ હતી. સીએમ કેપ્ટન અમરિન્દર સિંહે બટાલાપ્રકરણની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા. પંજાબ સરકારે મૃતકોના પરિવારજનોને બે-બે લાખ રૂપિયા. અને ગંભીર રીતે ઘાયલ લોકોને ૫૦ હજાર તથા અન્ય ઘાયલોને ૨૫-૨૫ હજારની સહાયનું એલાન કર્યુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY