ઉત્તરાખંડ હાઈકોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકાર જાગી હવે પોર્ન પર પાંબધી! સરકાર ૮૨૭ પોર્ન વેબસાઇટ બ્લોક કરશે

0
10

ન્યુ દિલ્હી,તા.૨૫
કેન્દ્ર સરકારે ઇન્ટરનેટ સર્વિસ પુરી પાડતી કંપનીઓને આદેશ આપ્યો છે કે, તેઓ ૮૨૭ પોર્ન વેબસાઇટ બ્લોક કરે. ઉત્તરાખંડ હાઇકોર્ટનાં આદેશ બાદ કેન્દ્ર સરકારે આ આદેશ જાહેર કર્યા છે.
ઉત્તરાખંડ હાઇકોર્ટે ૮૫૭ પોર્ન વેબસાઇટ બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. જા કે, ઇલેક્ટ્રોનિક એન્ડ આઇટી મંત્રાલયને ૩૦ વેબસાઇટમાં કોઇ વાંધાજનક મળ્યું નહોતું. આથી આ મંત્રાલયે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમને ૮૨૭ પોર્ન વેબસાઇટ બ્લોક કરવા સૂચના આપી છે. આ તમામ વેબ પોર્ટલનાં હાઇકોર્ટનાં ઓર્ડરમાં નામ આપેલા હતા.
આ મામલે જે આદેશ જાહેર કરવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે, બધા જ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરને આદેશ આપવામાં આવે છે કે, ૮૨૭ પોર્ન વેબસાઇટ બ્લોક કરી દેવી. આ મામલે નામદાર ઉત્તરાખંડ હાઇકોર્ટનો આદેશ છે અને તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવે.
ઉત્તરાખંડ હાઇકોર્ટે સપ્ટેમ્બર ૨૭, ૨૦૧૮નાં રોજ આ અંગે આદેશ આપ્યો હતો અને કેન્દ્ર સરકારનાં મંત્રાલયને આ આદેશ ઓક્ટોબર ૮નાં રોજ મળ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY