છૂટા છેડાના મુદ્દે થયેલા ઝઘડામાં બનેવીએ શાળાને માર માર્યો

0
7

સાળાએ છુટા છેડાનો ઈન્કાર કરતા બનેવી વિફર્યો
સુરત, તા.૨૮
કીમ શિવાજી નગર ખરાબા ખાતે રહેતી એક વ્યક્તિની બહેનના છુટા છેડા લેવા માટે કહેતા ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા પતિએ સાળાને માર મારી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. સાળાએ બનેવી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના પરસોત્તમનગર ખાતે મયુર પ્રવિણભાઈ સુરતી રહે છે. મયુરના લગ્ન ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વચનામૃત એપાર્ટમેન્ટ ખાતે રહેતા હીરેનભાઈ કોસંબીયાની બહેન સાથે થયા હતા. ગત ૨૨મી મેના રોજ મયુર સુરતીએ પત્ની સાથે છુટાછેડા લેવાની વાત પત્નીના ભાઈ હિરેનભાઈ કોસંબીયા સાથે કરી હતી. જેના જવાબમાં તેણે ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા બનેવીએ સાળાને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. કીમ પોલીસે ગુનો નોંધ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY