હળવદ,તા.૩૦
હળવદ-માળિયા હાઈવે રોડ પર કારખાનામાં ત્રણ જેટલા મજૂરો બીમારીમાં સપડાતા ત્રણ મજૂરોનો કોંગો ફિવરના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાંથી એકનો નેગેટિવ અને બે મજૂરોને કોંગો ફિવર ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. હાલ આ બન્ને દર્દીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આમ બે કોંગો ફિવરના કેસથી જિલ્લા આરોગ્યની ટીમ દોડતી થઈ છે. જ્યારે આજે પણ હળવદ-માળિયા ચોકડી નજીક પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરતા ૬૫ જેટલા મજૂરો બીમાર પડતા તમામને પપૈયાનો રસ પીવડાવી લેબોરેટરી ચેકઅપ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જામડી ગામમાં કોંગો ફિવરને કારણે બે મહિલાના મોત થયા બાદ હવે હળવદ પણ કોંગોની ઝપટમાં આવ્યું છે. જેને પગલે હળવદ અને મોરબી આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ અંગે મોરબી જિલ્લાના મેલેરિયા અધિકારી ડો .પી.એલ.વારેવીયા જણાવ્યું કે, હળવદના પ્લાસ્ટિકના કારખાનામાં બે મજૂરોને કોંગો ફિવરનો પોઝિટિવ કેસ સામે આવતા અમારી ટીમ દ્વારા સાવેચતીના ભાગ રૂપે આગોતરૂ આયોજન કરીને તમામ ૬૫ મજૂરોને લેબોરેટરી ચેકઅપ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





