ગતરોજ ભરૂચ જિલ્લાના અંકેલશ્વર તાલુકાના ભાદી ગામ ખાતે ચાલતા જુગરધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલ ગુજરાત રાજય ગાંધીનગર દ્રારા દરોડો પાડી ૧૯ આરોપીઓને સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ત્યારે આજ રોજ મોડી સાંજના ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્રારા સ્થાનિક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને મળી કુલ-૯
લોકોને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ગત રોજ તા. ૭/૮/૧૮ ના રોજ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકની હદમાં આવેલ ભાદી ગામમાં શોકત ભાદીગર દ્રારા ખુલ્લામાં જુગારધામ ચલાવતો હોવાની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલ ગુ.રા.ગાંધીનગરને થતા તેમના દ્રારા ભાદી ગામના જુગારધામ પર દરોડો પાડી કુલ ૧૯ જુગારીઓ સહિત રોકડા રૂપિયા ૫,૫૨,૦૦૦/-તથા વાહનો અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૨૫,૫૨,૧૨૫/-નો મુદ્દામાલ ઝડપી પાડી જુગારીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ જે બાબતે સ્થાનિક પોલીસની ફરજ પરની નિષ્કાળજી દાખવેલ હોવાનું જણાઈ આવતા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઈસ્પેક્ટર સહિત કુલ-૯ પોલીસ અધિકારીઓ/કર્મચારી ઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
સસ્પેન્ડ થનાર પોલીસ ની યાદી
(૧) બી.એલ.વડુકર,પી.આઈ.
(૨) એ.ટી.દેશલે,પીએસઆઈ.
(૩)ગોપાલ લાલજી,એએસઆઈ.
(૪) ગણપત દુર્લભ,હેડ કોન્સટેબલ
(૫) જીતેન્દ્ર કિશોર,હેડ કોન્સટેબલ
(૬) અરવિંદ વલુંસીંગ,કોન્સ્ટેબલ.
(૭) ઉદેસીંગ સુપડ, કોન્સ્ટેબલ.
(૮)સંજય સોનજી,એલ.આર,પો
(૯)માવજી નાગજી,એલ.આર,પો
જયારે એલ.સી.બી ના એ.એસ.આઈ બાલુ કાળા ની વેડચ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જંગ એ ગુજરાત અખબારે લખેલ કે આ દરોડાની ગાજ નાના પોલીસ કર્મી પર તો નહીં પડે?અને થયું પણ કંઈક એવુંજ સાગમટે થયેલ સુસ્પેન્સન માં નાનો કર્મચારી પણ દંડાયો ખેર સજાતો ભોગવવીજ પડે બાકી વાસ્તવમાં આવી કોઈ પરમિશન કે રેડ કરવાની તાકાત એએઅઆઈ ની હોયજ નહીં નહીતો તાત્કાલિક તેનીજ બદલી થાય ખેર હાથના કર્યા હૈયે વાગ્યા.!
ડિજીપી ગુજરાત ની ટીમે ભરૂચ જિલ્લામાં કરી જુગાર ની મોટી રેડ? કોના સહકારથી ચાલતું રેકેટ? – http://www.jungegujarat.in/dgp-vijiliyance-raid/
ધનંજય ઝવેરી એડિટર
પ્રકાશ મેકવાન રિપોર્ટર
9978406257
9978406923
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



