બોલો..દારૂ છુપાવવા માટે ભોંયરામાં હાઈડ્રોલિક ગેટ બનાવ્યો

0
20

અમદાવાદ,તા.૧૭
દારૂનો જથ્થો છુપાવવા માટે બુટલેગરો ઘરમાં દરવાજાવાળા ભોંયરાં બનાવે છે અને તેને કોઇ સાધન વડે ઢાંકી દેતા હોય છે. પરંતુ નરોડા વિસ્તારમાંથી ઝોન-૪ ડીસીપીએ લિસ્ટેડ બુટલેગર રામભાઇ પટેલને ત્યાં ગઇકાલે રાત્રે દરોડો પાડી દારૂનો જથ્થો છૂપાવવા રસોડામાં બનાવેલા હાઇડ્રોલિક સિસ્ટમ ધરાવતા ભોયરામાંથી દારૂ-બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

નરોડા પોલીસની જાણ બહાર ઝોન-૪ ડીસીપીએ ક્રોસ રેડ કરાવી રૂ. એક લાખનો દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે બે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.
નરોડા વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર એવા રામભાઇ પટેલનાં શ્રીપ્રકાશ સોસાયટીમાં મકાનમાં ભોયરું બનાવી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી ઝોન-૪ ડીસીપી નિરજ બડગુજરને મળી હતી. નરોડા પોલીસને રેડમાં રાખવાની જગ્યાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચાર જેટલા પોલીસ કર્મચારીઓને સાથે રાખી શ્રીપ્રકાશ સોસાયટીમાં રામભાઇ પટેલને ત્યાં રેડ કરી હતી.
ભોયરામાં તપાસ કરતા આરોપી રામભાઇ પટેલ અને સચ્ચિદાનંદ ઉર્ફે અજય શર્મા મળી આવ્યા હતા. પોલીસથી બચવા માટે આરોપીએ આ હાઇડ્રોલિક ભોંયરું બનાવ્યું હતું. ઇલેક્ટ્રિક બોર્ડમાં ડિસમિસ નાખવાથી રસોડા વચ્ચેની બે ટાઇલ્સ ઊંચી થાય અને ભોંયરાનો દરવાજા ખૂલી જાય છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY