કોગ્રેસ દ્વારા આયોજિત ગાંધી સંદેશ યાત્રાનું વિરમગામમાં સ્વાગત કરવામાં આવ્યું

0
321

વિરમગામના સોકલી ખાતે રાત્રી રોકાણ પછી બુધવારે સાણંદ અને અમદાવાદ સાબરમતી જવા રવાના થશે

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ

મહાત્મા ગાંધીજી જન્મભૂમિ પોરબંદર થી સાબરમતી સુધી નીકળેલી ગાંધી સંદેશ યાત્રા અમદાવાદ જીલ્લાના વિરમગામ ખાતે પહોંચી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. વિરમગામ શહેર સહિત પંથકમાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. મંગળવારે વિરમગામ ના સોકલી ખાતે રાત્રી રોકાણ પછી બુધવારે સાણંદ અને અમદાવાદ સાબરમતી જવા રવાના થશે. ગાંધી સંદેશ યાત્રામા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, વિરમગામ ના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, વિરમગામ ના વતની અને સુરેન્દ્રનગર લીંબડી ના ધારાસભ્ય સોમાભાઇ પટેલ, પાટડી દસાડા ના ધારાસભ્ય નૌશાદ સોલંકી, અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પંકજસિંહ વાઘેલા, જિલ્લા મહામંત્રી દેવેન્દ્રસિંહ સિંધવ, જિલ્લા પંચાયત ના સદસ્યો વિરમગામ શહેર કોંગ્રેસ ના પ્રમુખ સુધીર રાવલ, તાલુકા પ્રમુખ દશરથભાઇ પટેલ, કાઉન્સિલરો, એનએસયુઆઇ ના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ ના હોદ્દેદારો આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY