અમદાવાદ,તા.૧૭
શહેરના વિજય ચાર રસ્તા પાસે રહેતા અને માનવ મંદિર પાસે દવાનો હોલસેલ વ્યવસાય કરતા વેપારીને ત્યાં ડિલિવરી બોય કમ ઘરઘાટીનું કામ કરતો યુવક ઘરમાં રહેલા રોકડા રૂ.૧પ લાખ લઇ ફરાર થઇ ગયો હોવાની ફરિયાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોધાઇ છે.
વિજય ચાર રસ્તા પાસે આવેલ થિઓસોફિકલ સોસાયટીમાં સમીરભાઇ નવીનભાઇ મહેતા તેમના પરિવાર સાથે રહે છે. માનવ મંદિર પાછળ નેશનલ ફાર્મા નામની દવાની એજન્સી ધરાવે છે. તેમની ઓફિસમાં આઠ જેટલા કર્મચારી કામ કરે છે.
ઓફિસમાં કામ કરતા મૂળ રાજસ્થાનનાં મુંડારા ગામનો વતની વિકાસ હીરાગરની ઓળખાણથી તેના વતનમાં રહેતા ભરત હીરાગર (ઉ.વ.રર)ને એજન્સીમાં ડિલિવરી બોય તરીકે નોકરી પર રાખ્યો હતો. છેલ્લાં અઢી વર્ષથી દિવસ દરમ્યાન ડિલિવરી બોયનું અને ઘરનું પરચૂરણ કામ કરતો હતો.
સમીરભાઇને ગુરુકુળ વિસ્તારમાં એક ફલેટ લેવાનો હોવાથી તેના બાના પેટે આપવાના રૂ.૧પ લાખ સ્કૂલ બેગમાં મૂકી ઘરના બેડરૂમમાં આવેલા માળિયામાં મૂક્્યા હતા. ગત તા.૧૩ ઓગસ્ટના રોજ ઓફિસના કર્મચારીઓને પગાર ચૂકવવાનો હોવાથી સમીરભાઇ માળિયામાં બેગ લેવા ગયા હતા પરંતુ બેગ મળી ન હતી. બીજા દિવસે ભરતને આ બાબતે જાણ હોવાથી તેને બેગ શોધવા માટે માળિયામાં ચડાવ્યો હતો પરંતુ તેને બેગ મળી ન હતી.
દરમ્યાનમાં ભરતે નવી બાઇક, મોબાઇલ અને નવાં કપડાંની ખરીદી કરી હતી. જેથી સમીરભાઇને ભરત પર રૂ. ૧પ લાખ ભરેલી બેગ ચોરી હોવાની શંકા ગઇ હતી.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




