સગીર વાહન ચલાવતા પકડાશે તો ગાર્ડિયનને ૨૫ હજારનો દંડ,ત્રણ વર્ષની સજા થશે!!

0
27

અમદાવાદ,તા.૧૭
હાલમાં વોટ્‌સએપમાં ડ્રાઈવિંગ લાઈસન્સ સંદર્ભે અનેક નવા નિયમોની યાદી ફરી રહી છે. જેમાં હેલમેટ, બીઆરટીએસ, રોડ દુર્ઘટના, ડ્રાઈવિંગ લાઈસન્સ, સગીર વાહન ચલાવતો હોય તો મોબાઈલ પર વાત કરતી વખતેનો દેડ વગેરેના નવા નિયમો જણાવવામાં આવ્યા છે. જાકે આ મામલે આરટીઆઓ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
વોટ્‌સએપમાં વાયરલ થયેલ આરટીઓના નવા નિયમમાં કહેવામાં આવ્યું છે કે, કોઇ સગીર વાહન ચલાવતા પકડાશે તો તેના ગાર્ડિયનને ૨૫ હજાર રૂપિયા સુધીનો દંડ અને ત્રણ વર્ષની સજા પણ થઇ શકે છે.
ઉપરાંત હેલમેટ વગર બાઈક ચલાવવા પર ૧૦૦૦ રૂપિયાનો દંડ ભરવાની વાત કહેવામાં આવી છે. ઉપરાંત રોડ દુર્ઘટનામાં મોતના મામલે વાહન ચાલકને બે વર્ષની જગ્યાએ સાત વર્ષની સજા ભોગવવી પડશે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY