સોમનાથ,તા.૭
સોમનાથ અને ભાવનગર વચ્ચેનો નેશનલ હાઈવે સામાન્ય વરસાદ બાદ બિસ્માર બન્યો છે. નેશનલ હાઈવે પર મોટા ખાડા પડતા વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. નેશનલ હાઈવનું કામ હજી પુરૂ નથી થયું ત્યા રસ્તાએ વહીવટી તંત્રની પોલ ખોલી છે.
સોમનાથથી ભાવનગર વચ્ચેના હાઈવેનું કામ હજી ચાલુ છે અને ત્યા તંત્રની કામગીરીની પોલ ખુલી છે. નેશનલ હાઈવે પર પડેલા મસ મોટા ખાડાના કારણે રસ્તા પરથી રસાર થતાં વાહનો જાણે ડાન્સ કરી રહ્યા હોય તેવુ લાગે. ખરાબ રસ્તાને કારણે વાહન ચાલકો સહિત સ્થાનિક રાહદારીઓ રોષે ભરાયા છે.
હાઈવે પર મોટા પ્રમાણમાં વાહનોની અવર જવર રહે છે. જેથી અહીં અકસ્માતનો ભય સતત સતાવે છે. ખરાબ રસ્તાના કારણે રિક્ષા ચાલકોની પણ મુશ્કેલી વધી છે.
નેશનલ હાઇવે પર આવેલા ગ્રામજનોનું કહેવુ છે કે, ધૂળની ડમરી ઉડવાના કારણે પાકને પણ નુકસાન થાય છે. ત્યારે નેશનલ હાઈવેને ફરીવાર બનાવવામાં આવે તેવી માંગ સ્થાનિક ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



