સુરત,તા.૭
સુરત શહેરમાં અઢી વર્ષની બાળકી સાથે અડપલાં કરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. પોલીસે આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે.
મળી રહેલી માહિતી પ્રમાણે શહેરના ડીંડોલી વિસ્તારમાં એક અઢી વર્ષની બાળકી સાથે રઇશ ઇશ્માઇલ પઠાણ નામના વ્યક્તિએ અડપલાં કર્યા હતા. રઇશે બાળકીને તેના ઘરમાં પૂરી દીધી હતી અને તેની સાથે અડપલાં કર્યા હતા.
બાળકીના માતાપિતાને આ અંગેની જાણકારી મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બનાવમાં ડિંડોલી પોલીસે આરોપી રઇશ ઇશ્માઇલ પઠાણની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
નોંધનીય છે કે થોડા મહિનાઓ પહેલા સુરતમાં એક બનાવ દેશભરમાં ખૂબ ચર્ચા જગાવી હતી. અહીં એક ૧૧ વર્ષની બાળકીની બળાત્કાર બાદ હત્યા કરી નાખવામાં આવી હતી. તપાસ બાદ માલુમ પડ્યું હતું કે બાળકીની માતાની પણ હત્યા કરી નાખવામાં આવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




