હઝરત મોહંમદ મુસ્તફાના જન્મ દિવસે સુરતમાં ઝુલૂસનું આયોજન
સુરત, તા.૧૫
સુરત શહેર ઈદેમિલાદુન્નબીની કમિટી ચેરીટેબલ ટ્રસ્ટના કાયમી પ્રમુખ અબ્દુલ ગાયવાળા, ઉપપ્રમુખ હૈદરભાઈ શેખ, મકસુદ રાજવાની, મહામંત્રી અબ્બાસ શેખ એક સંયુક્ત નિવેદનમાં જણાવે છે કે ઈસ્લામ ધર્મના આખરી નબી હઝરત મોહમ્મદ મુસ્તફા (સલ્લલ્લાહો અલૈહિ વસલ્લમ) કે જેઅો રહમતુલ લિલ આલમીન છે. જેમને શાંતિ અને ભાઈચારાની જ્યોત રોશન કરી હતી તેમના જન્મદિનની યાદ રૂપે ઈદેમિલાદુન્નબીની કમિટિ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરતના નેજા હેઠળ સુરત શહેર તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોના મુસ્લિમોનું ઈદેમિલાદુન્નબીનું એક ભવ્ય ઝુલૂસ દારૂલ ઉલુમ હઝરત ખ્વાજા દાના સાહેબના સદર મુફ્તી મોહમ્મદ કૈસર આલમ સાહેબ તેમજ મુફ્તી નસીમ રઝાની સદારતમાં તથા અન્ય સુન્ïની આલીમો, ઈમામોની હાજરીમાં બડેખા ચકલા પખાલીવાડ હઝરત ખ્વાજા દાના દરગાહ રોડથી તા.૨૧-૧૧-૨૦૧૮ના બુધવારે બપોરે ૩.૩૦ કલાકે નીકળશે. ઝુલૂસ સ્થળથી બડેખાં ચકલા પોલીસ ચોકી, ગોપીપુરા મોમનાવાડ, કોટસફીલ રોડ, ડીકેએમ હોસ્પિટલથી ભાગળ જશે. અકબરશહીદ, સલાબતપુરા, બેગમપુરાનું ઝુલૂસ ટાવરથી ભાગળ આવશે. હોડીબંગલા, રામપુરા, સૈયદપુરાનું જુલૂસ રવાળા ટેકરાથી ભાગળ આવશે. ત્યાંથી ભવ્ય ઝુલૂસ બની સુરત શહેર, ઈદે મિલાદુન્નબીની કમિટી ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ રાજમાર્ગ ભાગળથી ચોક બજાર ગાંધી પ્રતિમા સાગર હોટલથી હઝરત ખ્વાજા દાના સાહેબના મઝાર ખાતે પહોંચશે. ઝુલૂસમાં માઈકમાં સલાતો સલામ અને નાત શરીફ પઢતા લોકો સાથે લારીઅો, ડીસીએમ ટેમ્પો તેમજ દુરૂદ પઢતા મુસ્લિમો હશે. ઝુલૂસમાં સુન્ની દાવતે ઈસ્લામી, મોહદ્દીસે આઝમ મિશન, ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટ, કાદરી કમિટી, દાવતે ઈસ્લામી, બરકાતી ગ્રુપ, મકતબે રઝા, રિફાઈ મંડળ વગેરે સંસ્થાઅો જાડાશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


