પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ઇમરાન ખાનની પાર્ટી તહેરીકે ઇન્સાફને સામાન્ય ચૂંટણીમાં સૌથી વધારે બેઠકો મળી છે. તેની પાર્ટીની જીત થયા બાદથી જ એવી ચર્ચા છે કે ભારત સાથેના તેમના સંબંધ કેવા રહેશે. પરંતુ હાલમાં જે રીતે વિરોધાભાસી અહેવાલો આવી રહ્યા છે તેનાથ લાગે છે કે ઇમરાનની મનોદશા દુવિધાવાળી બનેલી છે. ઇમરાન દુવિધામાં દેખાઇ રહ્યા છે. પોતાની પાર્ટ માટે બહુમતિના આંકડા સુધ પહોંચવા અને શપથવિધીને લઇને તેમની પાર્ટી દ્વારા દર્શાવવામાં આવી રહેલા ઉત્સાહના કારણે તમામ લોકો હેરાન છે. જે રીતે પાર્ટી તરફથી ઉત્સાહ દેખાડવામાં આવી રહ્યો છે તે જોતા ઇમરાનની અપરિપક્વતા સાબિત ન થઇ જાય તેમ પણ ભય છે. વડાપ્રધાન પદના શપથ ગ્રહણમાં નરેન્દ્ર મોદી સહિત વિશ્વના દેશોના નેતાઓને આમંત્રણ આપવામાં આવશે તેવી વાત સૌથી પહેલા ફેલાઇ હતી. ત્યારબાદ તેમની પાર્ટીએ સ્પષ્ટતા કરી હતી કે કોઇ પણ વિદેશીને શપથવિધીમાં આમંત્રણ આપવામાં આવી રહ્યુ નથી. ત્યારબાદ છેલ્લે એવા અહેવાલ આવ્યા હતા કે દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવ, સુનિલ ગાવસ્કર, નવજાત સિદ્ધ અને બોલિવુડ સ્ટાર આમીર ખાનને બોલાવવામાં આવનાર છે. સિદ્ધુએ તો જાહેરાત થતાની સાથે જ પોતે જવાની ઇચ્છા પણ વ્યક્ત કરી દીધી હતી. ત્યારબાદ પીટીઆઇ પ્રવકતા તરફથી એવા અહેવાલ આવ્યા કે કોઇ પણ વિદેશી હસ્તીઓ શપથવિધીમાં ઉપસ્થિત રહે તેમ ઇમરાન ખાન ઇચ્છતા નથી. બહુમતિનો આંકડો હાંસલ કર્યા વગર જ ભાવિ વડાપ્રધાન તરીકે ઇમરાને દેશના લોકોને સંબોધન પણ કરી દીધુ હતુ. જેથી દુનિયાના દેશો હેરાન થઇ ગયા હતા. હવે તેમની પાર્ટી દરરોજ નવી નવી આડેધડ ટિપ્પણી કરીને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી રહી છે. કોઇ પરિપક્વ નેતા વિદેશી શાસક અધ્યક્ષોને આમંત્રણ આપવાની બાબત એ વખત સુધી જાહેર કરશે નહીં ત્યાં સુધી તેમની વાત સ્વીકાર કરવામાં ન આવે. આવા સમયમાં જ્યારે દુનિયા પકિસ્તાનની ચૂંટણીમાં ગેરરિતીના રેકોર્ડમાં તપાસ કરી રહી છે ત્યારે કોઇ પણ દેશના વડા પાકિસ્તાની વડાપ્રધાનના શપથવિધીમાં સામેલ થવાનુ કેમ પસંદ કરશે. ચૂંટણી જીતવા માટે લોકપ્રિય જાહેરાતો કરવાની બાબત જુદી છે. સાથે સાથે સરકાર બનાવીને તેને સફળ રીતે ચલાવવાની બાબત બીજી વાત છે. સેના અને કટ્ટરપંથીઓની મદદથી ઇમરાન ખાનની ચોક્કસપણે જીત થઇ છે. ઇમરાનની વારંવાર બદલાતી ઇચ્છા પાછળ કટ્ટરપંથીઓનુ દબાણ હોઇ શકે છે તેવા અહેવાલ પણ કેટલીક વખત આવી રહ્યા છે. સાથે સાથે ઇમરાનના વલણને લઇને પણ પ્રશ્નો થઇ રહ્યા છે. આમાં કોઇ શંકા નથી કે ભારત અને પાકિસ્તાનમાં ક્રિકેટ માત્ર એક ખેલ નથી. હમેંશા ક્રિકેટ ઉન્માદ રાજનીતિ પર ભારે પડે છે. આ જ ઉન્માદને જગાવવાના કારણે રાજકીય સંબંધ હમેંશા ખરાબ થતા રહ્યા છે. એકબીજાના ખેલાડીઓની પ્રશંસા આજે દેશદ્રોહી માની લેવામાં આવે છે. બે દશક પહેલા સુધી ભારતીય યુવા ખેલાડીના ઘરમાં પણ પાકિસ્તાની ખેલાડીઓના ફોટો જોવા મળતા હતા. ઇમરાનની સામે હજુ ઘણા પડકારો છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



