આતંકવાદી બનેલા એંજીન્યરિંગના વિદ્યાર્થી પણ માર્યો ગયો
જમ્મુ,તા.૩
જમ્મુ-કાશ્મીરના સોપોર જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં આજે સવારે બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. સોપોર જિલ્લાના દુરસુ ગામમાં બે આતંકીઓ છુપાયા હોવાના ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યા બાદ સુરક્ષાદળોએ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેના પગલે થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યા હતા.
આ અથડામણમાં એક આતંકી ખુરશીદ અહેમદ બટ પણ માર્યો ગયો હોવાના સમાચાર છે. ખુરશીદ વ્યવસાયે એંજીનિયર છે અને ગઇ કાલથી તે ગાયબ થયો હતો. હાલ સર્ચ ઓપરેશન જારી છે. આજે વહેલા પરોઢિયે સુરક્ષાદળોએ ઓપરેશન હાથ ધરીને આતંકીઓને ઘેરી લીધા હતા અને ત્યારબાદ થયેલા એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઢાળી દીધા હતા.
સોપોરમાં જે સ્થળે આજે એન્કાઉન્ટર થયું હતું તે સ્થળ પાટનગર શ્રીનગરથી પ૦ કિ.મી.ના અંતરે આવેલું છે. હાલ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને કોઇને બહાર જવા દેવાની મંજૂરી નથી.
જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સુરક્ષાદળોને આ વિસ્તારમાં આતંકીઓની હાજરી અંગે ઇન્ટેલિજન્સ રિપોર્ટ મળ્યા હતા અને ત્યારબાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને ઓપરેશન હાથ ધરવામાં આવતાં છુપાયેલા આતંકીઓએ એકાએક ફાયરિંગ શરૂ કરી દેતાં અથડામણ શરૂ થઇ ગઇ હતી અને આ અથડામણમાં બે આતંકીઓને ઠાર મારવામાં સુરક્ષાદળોને સફળતા મળી હતી.
પુલવામા જિલ્લાના ખુર્શીદ અહેમદનો પણ સમાવેશ થાય છે.આ વિદ્યાર્થી આતંકવાદી બનવા માટે ગાયબ થઈ ગયો હોવાનુ બહાર આવ્યા બાદ તેની માતા-બહેન અને અન્ય પરિવારજનોએ તેને ઘરે પાછા ફરવા અપીલ પણ કરી હતી.જોકે આ અપીલના ૪૮ કલાકમાં જ તેને ઠાર મરાયાની ખબર આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



