પ્રદુષણ ના મામલે નામાંકિત થયેલ ઝગડિયા જીઆઇડીસી ની સીકા ઇન્ડિયા પ્રા.લી. ફરી એક વખત વિવાદ માં આવતા જીપીસીબી અને પોલીસ દ્વારા સયુક્ત તપાસ કરાઈ…જુઓ વિડિઓ  

0
103

અંકલેશ્વર
તા. ૧૪.૦૯.૧૯

ગઈ કાલે સાંજના સમયે અંકલેશ્વર ના રાજપીપળા રોડ પરથી જી.જે૧૬-૨૮૭૬ નમ્બર ની પસાર થતી ટ્રક સદાનંદ હોટલ પાસે આવતા ટ્રક માં ભરેલ હેઝાર્ડ વેસ્ટ જમીન પર ઢોરાયું હતું જેમાંથી વરાળ બહાર ઉડતી નજરે જણાઈ હતી. જેથી ત્યાના જાગૃત નાગરિકો દ્વારા ટ્રક ને રોકી ટ્રક ને તપાસ કરતા ટ્રક માં ભરેલ ડ્રમો ના  જોખમી કેમિકલ ટ્રક પણ ઢોરાયેલ હતું જેમાંથી પણ મોટા પ્રમાણ માં વરાળ બહાર આવતી નજરે જણાઈ હતી જેની જાણ જીપીસીબી અને પોલીસ ને કરાતા બન્ને એ તપાસ હાથ ધરી હતી.

તપાસ માં માલુમ પડ્યું હતું કે આ ટ્રક થોડા દિવસ અગાઉ કેમિકલ ના ગેરકાયદેસર ના  નિકાલ નિકાલ ના અને જમીન માં દાટવા ના કોભાંડ માં પકડાયેલ ઝગડિયા જીઆઇડીસી ની સીકા ઇન્ડિયા પ્રા.લી. નામ ની કમ્પની માંથી હેઝાર્ડ વેસ્ટ(જોખમી કચરો) ભરી પાનોલી ની RSPL માં કચરા ના નિકાલ અર્થે લઈ જવાઈ હતી અને આ ટ્રક માં ભરેલ હેઝાર્ડ વેસ્ટ ને પરિવહન ના કાયદા માં આવતી જોગવાઈઓ નું ઉલ્લઘન થયેલ  હોવાની શંકા લાગી રહી છે.
ભરેલ ડ્રમો ને વ્યવસ્થિત પેકિંગ ના હોવાના કારણે તે ટ્રક માં અને રોડ પર પડ્યું હતું.ટ્રક ને તાડપત્રી થી કવર કરવામાં ખામી જણાઈ હતી.

હાલ જીપીસીબી અને પોલીસ ની ટીમ દ્વારા તપાસ કરી રહી છે. જાણવા મુજબ RSPL દ્વારા આ ટ્રક ને આ પરિસ્થિતિ માં સ્વીકારવાનું ના કેહવામાં આવતા તેને સીકા ઇન્ડિયા પ્રા.લી. માં પરત કરાઈ છે.

જીપીસીબી સીકા  કમ્પની પાસે તેના વેસ્ટ નિકાલ ની પરવાનગી બાબત ના અને RSPL ને તે બાબતે આ વેસ્ટ ને સ્વીકારવાની પરવાનગી તમજ ટ્રક ની વજન કેપીસીટી વગેરે બાબતે તપાસ કરી રહી છે. અગાઉ સીકા કમ્પની ને તેનો વેસ્ટ જમીન માં દાટી ને અને પરવાનગી વગર નિકાલ કરતા તેને ક્લોઝર અને ૧ કરોડ રૂપિયા નો દંડ કર્યો હતો જે સામે ફક્ત ૩૦ લાખ જમા કરતા ફક્ત ચાર દિવસ માં જ ક્લોઝર ને રિવોક અપાયેલ હતું અને બાકી ના ૭૦ લાખ ની રકમ ભરવાની બાકી જ છે તે બાબત નો વિવાદ હજુ શમ્યો નથી અને ફરી આ બનાવ બન્યો છે. જે જોતા સીકા ઇન્ડિયા પ્રા.લી. ને મુશ્કેલી ઉભી થઇ શકે છે. અને એ જીપીસીબી કેવું વલણ લે એ બાબત પર નિર્ભર છે.

*સલીમ પટેલ*
પ્રકૃતિ સુરક્ષા મંડળ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY