ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંક લોંચ કરવાને લઇને તૈયારી પૂર્ણ થઇ

0
261

નવી દિલ્હી,તા. ૩૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે મહત્વકાંક્ષી ઇÂન્ડયા પોસ્ટ પેમેન્ટ બેંકને લોંચ કરનાર છે. આના ભાગરુપે લોકો માટે ફાઈનાÂન્સયલ ઇન્ક્લુશનની ખાતરી કરવા પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં વ્યાપક નેટવર્કનો ઉપયોગ કરવામાં આવનાર છે. નવી દિલ્હીમાં તાલકટોરા સ્ટેડિયમ ખાતે આ કાર્યક્રમ યોજનાર છે. ૬૫૦ બ્રાંચ અને ૩૨૫૦ પોઇન્ટ સ્થળ પર એકસાથે આ કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર છે. આનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવનાર છે. કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સામાન્ય લોકો માટે ઇÂન્ડયા પોસ્ટ પેમેન્ટ બેંક પોષાય તે રીતે એક મોટી બેંક તરીકે કામ કરશે. પેમેન્ટ બેંક જેમાં ભારતીય સરકારની ૧૦૦ ટકા ઇÂક્વટી હિસ્સેદારી રહેલી છે. દેશભરમાં ૧.૫૫ લાખ પોસ્ટ ઓફિસની હવે ૩૧મી ડિસેમ્બર ૨૦૧૮ સુધી ઇÂન્ડયા પોસ્ટ પેમેન્ટ બેંક સાથે લિંક કરી દેવામાં આવશે. મોદીએ ઈÂન્ડયા પોસ્ટ પેમેન્ટ બેન્ક લોન્ચ કરવા માટે સમય આપ્યા બાદથી ચર્ચા હતી. આ બેન્કની બે શાખાઓ પહેલાથી જ ઓપરેશનલ થઈ ચુકી છે. બાકીની ૬૪૮ શાખાઓ દરેક જિલ્લામાં દેશભરમાં લોન્ચ કરાશે. દુરસંચાર મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યું હતું કે ઈÂન્ડયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ૧.૫૫ લાખ પોસ્ટ ઓફિસ શાખાઓ સુધી પહોંચશે. જેના ભાગરૂપે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને બેન્કીંગ અને ફાઈનાÂન્સયલ સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરકાર ઈÂન્ડયા પોસ્ટ પેમેન્ટ બેન્ક સર્વિસ સાથે ૧.૫૫ લાખ પોસ્ટ ઓફિસ શાખાઓને લીન્ક કરવાની યોજના ધરાવે છે. આ વર્ષના અંત સુધીમાં સેવાને તમામ શાખા સાથે લીન્ક કરી દેવામાં આવશે. ગ્રામીણ સ્તર સુધી સીધી ઉપÂસ્થતિ સાથે આનાથી દેશની સૌથી મોટી બેન્કીંગ સેવા પહોંચી જશે. છેલ્લા સપ્તાહમાં જ ઈÂન્ડયા પોસ્ટ પેમેન્ટ બેન્કના સીઈઓ સુરેશ શેઠીએ કહ્યું હતું કે ૬૫૦ શાખાઓ સાથે જારદાર તૈયારી કરવામાં આવી છે. ૧૭ કરોડ પોસ્ટલ સેવિંગ બેંકને તેના ખાતા સાથે જાડી દેવામાં આવનાર છે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને વધુને વધુ લાભ મળે તે હેતુસર આની શરૂઆત કરવામાં આવી રહી છે. ડિજીટલ બેન્કીંગ અને ફાઈનાÂન્સયલ સર્વિસનો લાભ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો મેળવી શકશે. જેમાં મની ટ્રાન્સફરની સેવા મળશે. એક બેન્કથી અન્ય કોઈપણ બેન્કમાં મની ટ્રાન્સફર થઈ શકશે. પોસ્ટ ઓફિસની મુલાકાત લઈને અથવા તો મોબાઈલ એપની મદદ લઈને કોઈપણ બેન્ક ખાતામાં નાણાં સરળતાથી ટ્રાન્સફર થઈ શકશે. એરટેલ અને પેટીએમ બાદ પેમેન્ટ મેળવનાર ઈÂન્ડયા પોસ્ટ પેમેન્ટ ત્રીજી સંસ્થા બની રહી છે. પેમેન્ટ બેન્ક વ્યÂક્તગતો અને નાના કારોબારીઓ પાસેથી એક લાખ રૂપિયા સુધી ડિપોઝીટ પણ સ્વીકારશે. પોસ્ટલ પેમેન્ટ બેન્કમાં આરટીજીએસ, નિફ્ડ, આઈએમટીએસ ટ્રાન્ઝેકશન થઈ શકશે.

(સંપૂર્ણ સમાચાર સેવા)જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY