મુંબઈ,તા.૧
હરિયાણાની જાણીતી ડાન્સર અને ‘બિગ બોસ ૧૧’ની સ્પર્ધક સપના ચૌધરી આજકાલ સોશિયલ મીડિયામાં ઘણી છવાયેલી જાવા મળે છે. આનું કારણ છે તેની જબરદસ્ત એક્ટિંગ અને ડાન્સ. પરંતુ આ વખતે સપના એક ખાસ કારણને લીધે સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવી છે.
હાલમાં સોશિયલ મીડિયામાં સપના ચૌધરીનો એક ડાન્સ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે મંચ પર જબરદસ્ત ડાન્સ કરતી જાવા મળે છે. પરંતુ અચાનક જ સપના ડાન્સ કરતાં-કરતાં પડી જાય છે. સપનાના ફેન્સ આ અંગે તેની ચિંતા પણ કરી રહ્યાં છે, સાથે જ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૮માં સપના ચૌધરી ગુગલ પર સૌથી વધુ સર્ચ થનારા લોકોમાં સામેલ હતી. ઉપરાંત આગામી સમયમાં સપના મોટા પડદા પર પણ જાવા મળશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






