ફર્સ્ટક્લાસ ડેબ્યુમાં અણનમ ૨૬૭ રન ફટકારી અજય રોહેરાએ ૨૪વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

0
79

ઇન્દોર,તા.૮
મધ્ય પ્રદેશના ૨૧વર્ષીય અજય રોહેરાએ હૈદરાબાદ સામે ઇન્દોર ખાતે યોજાયેલી રણજીત મેચમાં અણનમ ૨૬૭ રન ફટકારી અમોલ મજુમદારનો ૨૪ વર્ષ જૂનો રેકોર્ડ તોડી ઈતિહાસ રચ્યો છે. તે ૨૬૭ રને અણનમ રહ્યો હતો અને મધ્ય પ્રદેશે ૫૬૨ રનમાં ૪ વિકેટ ગુમાવીને, ૪૩૮ રનની લીડ સાથે પોતાનો દાવ ડિક્લેર કર્યો હતો.
અજય શુક્રવારે ૨૫૫ રને અણનમ હતો જયારે મધ્યપ્રદેશે ૫૩૯-૪ના સ્કોરે દિવસ સમાપ્ત કર્યો હતો. અને તેણે આજે ૧૨ રન ઉમેરીને નવો રેકોર્ડ સ્થાપ્યો હતો. હૈદરાબાદ પ્રથમ દાવમાં ૧૨૪ રનમાં તંબુ ભેગુ થઈ ગયુ હતુ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY