હળવદ પોલીસનો સપાટો…હળવદના ધૂળકોટ ગામે જુગાર રમતા સાતને ઝડપ્યા

0
88

રોકડા૧.૫૩ લાખ  ઝડપી પાડ્યા*

મોરબી : હળવદના ધૂળકોટ ગામે જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસ દરોડા પાડતા સાત પતા પ્રેમિઓને રૂપિયા ૧.૫૩ લાખની રોકડ સાથે પોલીસ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાએ જિલામાં જુગાર અને દારૂની બદી દુર કરવાની સુચનાથી ડી.વાય.એસ.પી. બનો જોષી માર્ગદર્શન હેઠળ આજે હળવદ પી.એસ.આઈ પી.જી.પનારા સહિતની ટીમ પેટ્રોલીગમાં હતી ત્યારે ખાનગી રાહે હક્કિત મળી હતી કે તાલુકના ધૂળકોટ ગામે જુગાર રમાય રહ્યો છે ત્યારે ટીમ સાથે મહેન્દ્રસિંહ ઉર્ફે મેદુભા ગનુભા જાડેજા ના મકાનમાં રેડ કરતા ત્યાં મહેન્દ્રસિંહ જાડેજા , દેવજીભાઈ કેશુભાઈ પટેલ,જગગાભાઈ અવચરભાઈ પટેલ , ચંદુભાઈ વિઠલભાઈ પટેલ , ડાયાભાઇ રાઘવજીભાઈ પટેલ , નયનભાઈ વજાભાઇ પટેલ અને કાંતિભાઈ નાગજીભાઈ પટેલ વાળાઓને પતા રમતા ઝડપી લીધા હતા જેની પાસેથી રૂપિયા ૧.૫૩ લાખની રોકડ ક્બજે કરવમાં આવી હતી.
મયુર રાવલ હળવદ
મો 9909458555

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY