આગામી ત્રણ વર્ષમાં ભારતમાં ઈન્ટરનેટ યૂઝર્સની સંખ્યા ૭૦ કરોડને પાર પહોંચશે

0
11

ન્યુ દિલ્હી,તા.૫
ભારતમાં ઈન્ટરનેટ વપરાસકારોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આગલા ૩ વર્ષોમાં ભારતમાં ઈન્ટરનેટ યૂઝર્સની સંખ્યા ૭૦ કરોડની પાર પહોંચી જશે. ડાટા રિસર્ચ કંપની રેડસીર કંસલ્ટંગની રિપોર્ટના પ્રમાણે વર્ષ ૨૦૨૦ સુધી ભારતમાં ઈન્ટરનેટ વપરાશકારોની સંખ્યમાં ૭૨ કરોડના આંકડો પાર કરી લેશે જે વર્ષ ૨૦૧૭માં ૪૭ કરોડ હતી.
જ્યારે ૨૦૨૦ સુધી ચીનમાં ઈન્ટરનેટ યૂઝર્સની સંખ્યા ૯૧ કરોડ અને અમેરિકામાં ૩૧ કરોડ હશે. ભારતમાં દર વર્ષે ઈન્ટરનેટ વપરાશકારોની સંખ્યામાં ૧૩ ટકાનો વધારો થઈ રહ્યો છે જે દુનિયાના કોઈ પણ દેશથી વધારે છે.
સંખ્યા જાણ્યા બાદ એ સવાલ થાય કે આખરે આટલી સંખ્યામાં ભારતીય ઈન્ટરનેટ પર કરે છે શું. આમ તો સત્ય ખુબ ચોંકાવનારુ છે, કેમકે ઈન્ટરનેટ વપરાશકારોમાં એક મોટા ભાગને આધારભૂત વસ્તુઓ ખબર નથી અને એનું કારણ ખરાબ નેટવર્ક, જાણકારીની અછત, જાણકારી પ્રાપ્ત કરવામાં રૂચી અને ઓછા ફીચર વાળો ફોન.
ધ્યાન રાખવાની વાત એ છે કે અડધા એટલે કે ૪૭ કરોડ લોકો ફક્ત મેસેજ કરવા માટે ઈન્ટરનેટનો વપરાશ કરે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY